Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

૨ એપ્રિલઃ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ-ડે

૧૦૦ વ્યકિતઓમાંથી એકમાં ઓટીઝમ જોવા મળે

ઓટીઝમગ્રસ્ત બાળકો, વસ્તુઓમાં બહુ ઓછી રૂચિ ધરાવે છે, એક જ પ્રકારના વ્યવહારને વારંવાર કરતા હોય છે

અમદાવાદ : સમાજમાં ઘણાં બાળકો અસમાન્ય વર્તણુંક અને વ્યવહાર કરતાં હોય છે અન્ય બાળકો કરતાં સામાજિકપણું, ભાષા, સંવેદનાઓ અને કલાના વિકાસમાં તેનામાં ભિન્નતા જણાય છે. તેઓ ખુબ જ ઓછી વસ્તુઓમાં રૂચિ દાખવે છે, એક જ પ્રકારનો વ્યવહાર વારંવાર કરે છે, અવાજોથી બચીને રહે છે, અન્ય બાળકોની તુલનામાં કશું પણ શીખવામાં અને રમત-ગમતમાં અલગ રહે છે. બાળકોના આવા વિકાસલક્ષી વિલંબને તબીબી ક્ષેત્રે ઓટિઝમ કહેવામાં આવે છે. 

 પ્રતિ વર્ષે ૨જી એપ્રિલને World Autism Awareness Day તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ની World Autism Awareness Dayથીમ The United Nation has chosen Inclusion in the Workplace “Challenges and Opportunities in a post pandemic world”. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK) પ્રોગ્રામ હેઠળ“4D” (ડિફેકટ્સ એટ બર્થ, ડેફિશિયન્સી, ડીસીઝ, ડેવલપમેન્ટ ડિલે ઈન્કલુડિંગ ડિસેબિલિટી)માં ચોથા 'ડી' તરીકે વિકાસલક્ષી વિલંબ અને વિકલાંગતામાં  Autismનો સમાવેશ થાય છે.

ઓટીઝમબાળકના મગજમાં સમસ્યા સર્જાવવાના લીધે થતી વિકાસ સબંધિ ખામીઓના લીધે થતુ હોય છે. આવા બાળકના દેખાવમાં એવા કોઇ જ વિશેષ લક્ષણો હોતા નથી જે તેને અન્ય બાળકની અલગ પાડે, પણ તેમની શીખવાની અને પારસ્પરીક સંવાદની ક્રિયા અન્ય લોકો કરતા અલગ હોય છે. ઓટીઝમ ગ્રસ્ત બાળકમાં વિચારવાની શીખવાની ક્ષમતામાં અત્યંત મોટો તફાવત જોવા મળે છે. તે છુપાછુપી કે તાલી-તાલી જેવી સામાજીક રમતોમાં રસ બતાવતા નથી અને અન્ય લોકો સાથે સંવાદ સાધવાનું શીખવામાં દ્યણી મુશ્કેલી પડે છે.

રાજયમાં RBSKના ૯૯૨ ટીમો દ્વારા આંગણવાડી અને શાળાના બાળકોની તપાસણી કરવામાં આવે છે. ઉકત તપાસણી દરમ્યાન જો ઓટીઝમને લગતી ખામીવાળુ બાળક જણાઇ આવે તો તેઓને ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્સન સેન્ટર(DEIC) ખાતે રીફર કરવામાં આવે છે. ડી.ઇ.આઇ.સી. ખાતે નિષ્ણાંતો દ્વારા ડિસ્ટ્રીકટ હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ખાતે બાળકની તદ્દન નિઃ શુલ્ક સારવાર કરવામાં આવે છે.

 ઓટિઝમના લક્ષણો

 ઓટિઝમ ગ્રસ્ત બાળકો બહુ ઓછી વસ્તુઓમાં રૂચિ ધરાવે છે અને એક જ પ્રકારના વ્યવહારને વારંવાર કરે છે. તેમનામાં સંવેદના સંબંધિત અસામાન્યતાઓ જેવી કે, અવાજોથી બચીને રહેવું અથવા આમ-તેમ વધારે પડતું ચાલવું વગેરે દેખાય છે. અન્ય બાળકોની તુલનામાં શીખવા અને રમત-ગમતમાં ભાગ લેવામાં ભિન્નતા હોય છે

 ઓટિઝમની ઓળખ કેવી રીતે થઈ શકે?

 સામાન્યપણે એક બાળ રોગ નિષ્ણાત, મનોવૈજ્ઞાનિક અથવા એકસ્પર્ટ ગ્રુપ બાળકનું અવલોકન કરે છે અને કયારેક તેના માતા-પિતા સાથે તથા શિક્ષકો સાથે વાતચીત કરે છે. તેઓ બાળકને કંઈક કરવા માટે પણ કહી શકે છે જેથી તેઓ જોઈ શકે કે, બાળક કેવી રીતે શીખે છે. પ્રોફેશનલ વ્યકિત અમુક સાધનો દ્વારા કેટલાક માપદંડો પ્રમાણે બાળકની તપાસ કરે છે અને ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરની ઓળખ કરે છે.

 ઓટિઝમ કેટલું સામાન્ય છે?

 InclenTrust ના સર્વેમુજબ ૧૦૦ વ્યકિતઓમાંથી એકમાં ઓટિઝમ જોવા મળે છે. તે સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ હોય છે.

 કારણ

 ઓટિઝમ થવાનું કોઈ ચોક્કસ કારણ નથી. પણ આનુવંશિક અને પરિસ્થિતિ સંબંધિત ઘટકોનો (જન્મથી પહેલા અને જન્મ પછી) ઓટિઝમ થવા સાથે સંબંધ હોઈ શકે છે. રેકોર્ડ અનુસાર, દરેક વ્યકિતમાં તેના કારણ અલગ હોઈ શકે છે.

 સામાજિકરણ

સામાજિકરણ અર્થાતવ્યકિત સમુદાયના લોકો સાથે કેવા પ્રકારના સંબંધો રાખે છે. ઓટિઝમ ગ્રસ્ત વ્યકિતને સામાજિક નિયમોનું ઓછું જ્ઞાન હોઈ શકે છે. તે એકલા રમવાનું પસંદ કરે છે. કયારેક તેમનો વ્યવહાર જોવામાં અભદ્ર લાગી શકે છે.

 સેન્સર પ્રોસેસિંગ

 આ ઉપરાંત ઓટિઝમ ગ્રસ્ત વ્યકિતમાં સેન્સર પ્રોસેસિંગ અર્થાત ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી જાણકારીની સામે પ્રતિક્રિયા ધીમી હોય છે અને ભિન્ન હોય છે. ઓટિઝમ ગ્રસ્ત વ્યકિત ઘોંઘાટ, સ્પર્શ, જોવામાં આવતી જાણકારી, ગંધ, સ્વાદ, તેમની આસપાસ થતી ગતિવિધિઓની ખૂબ જ તીવ્ર અથવા સામાન્યથી ઓછી પ્રતિક્રિયા આપે છે.

(11:38 am IST)