Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

PMની વોકલ ફોર લોકલની અપીલ છતાં ૧પ૦ ટકા વધી આયાત

 નવી દિલ્હી તા. ર :.. દેશમાં વડાપ્રધાન મોદીની વોકલ ફોર લોકલની અપીલ છતાં આયાતમાં લગભગ ૧પ૦ ટકાનો વધારો થયો છે. આ વર્ષે રર માર્ચથી ૩૧ માર્ચ વચ્ચે આયાત ૧૪.ર૧ લીલીયન ડોલરની રહી. જે ગયા વર્ષે આ સમય ગાળા કરતા ૧૪૬.૭૮ ટકા વધારે છે. ભારત સરકાર અનુસાર, પેટ્રોલીયમ સિવાયની આયાતમાં પણ ર૬૪.૧૯ ટકાનો વધારો થયો છે.રર માર્ચથી ૩૧ માર્ચ વચ્ચે નિકાસ ૧૦.૭૦ બીલીયન ડોલર રહી છે. જે ગયા વર્ષના આ સમયગાળા કરતા રપ૦.૪૭ ટકા છે. આ સમયગાળામાં પીઓએલ સિવાયની નિકાસ ગયા વર્ષના આ સમયગાળા કરતા ર૮૦.૦૧ ટકા વધી છે. તો બીજી તરફ અમેરિકાના બાઇડને પ્રશાસનનો આક્ષેપ છે કે અમેરિકન નિકાસકારોને હજુ પણ ભારતમાં ઉલ્લેખનિય ટેરીફ અને બીનટેરીફ તકલીફોનો સામનો કરવો પડે છે જેના લીધે ભારત સાથે તેના ધંધાને અસર થાય છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ (યુએસટીઆર) એ વિદેશ વેપાર બાધાઓ પર પોતાના વાર્ષિક રીપોર્ટમાં કહયું કે ભારત સરકારે આર્થિક સુધારાઓ આગળ વધાર્યા છે પણ સાથે જ મેક ઇન ઇન્ડીયા જેવા કાર્યક્રમો પણ શરૂ કર્યા છે, જે આયાતના બદલે ઘરેલુ ઉત્પાદનોને પ્રોત્સાહીત કરે છે.યુએસટીઆરે પ૭૦ પાનાના પોતાના રિપોર્ટમાં ભારત અંગે કહયું છે કે આ ઉપરાંત મે ર૦ર૦ વડાપ્રધાન મોદીએ ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને વિદેશી સપ્લાયરો પરની નિર્ભરતા ઘટાડવા માટે આત્મ નિર્ભર ભારતની જાહેરાત કરી હતી.

(11:38 am IST)