Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

હવેના ૧૫ દિવસ જોખમી : કોરોના સંક્રમિતોનો આંકડો રોજના ૧ લાખ થઇ શકે : જુનથી ઘટવાનો પણ આશાવાદ

નવી દિલ્હી તા. ૨ : કોરોના વાયરસની બીજી લહેરનો અત્યારે સૌથી જોખમી સમય પસાર થઇ રહ્યો છે. હજુ ૧૫ દિવસ ખુબ જાળવવા પડે તેવી ચિંતા અભ્યાસુઓએ વ્યકત કરી છે. આગામી દિવસોમાં રોજના ૧ લાખ લોકો કોરોના સંક્રમિત થાય તેવી ગણતરીઓ લગાવવામાં આવી છે. પણ જો હેમ ખેમ આ સમયગાળો પસાર કરી દેવાય તો જુનથી આ આંકડો ઘટવાનો આશાવાદ પણ વ્યકત કરાયો છે.

કોવીડ ટેસ્ટીંગ સાથે જ વેકસીનેશન પ્રક્રિયા ખુબ તેજ બનાવવામાં આવી છે. આ દરમિયાન આઇઆટી કાનપુરના વિશેષજ્ઞોનું કહેવુ છે કે ગયા વર્ષની તુલનામાં આ વખતે કોરોના વાયરસ સંક્રમણ ઘણી તેજીથી આગળ વધી રહેલ છે.

આઇઆઇટી કાનપુરના ડે. ડાયરેકટર મણીન્દ્ર અગ્રવાલના ગાણિતિક મોડેલ મુજબ એવી ચેતવણી અપાઇ છે કે હવે પછીના ૧૫ દિવસ ખાસ સંભાળવાના છે. લોકો  ગાઇડલાઇનને અનુસરતા રહેશે અને  વેકસીનેશન કરાવી લેશે તો કોરોનાની રફતાર ઘટાડવામાં સફળતા મળી શકે.

દેશભરમાં એપ્રિલ દરમિયાન રોજના ૧ લાખ કેસ કોરોનાના નોંધાઇ શકે છે. જો કે લોકડાઉનની સંભાવનાઓને નકારવામાં આવી છે. લોકો સ્વયંજાગૃતિ દાખવે અને આ મહીનો હેમખેમ પસાર કરી દેશે તો જુનથી પરિસ્થિતી કાબુમાં આવી શકે તેમ હોવાનું તારણ પણ કાઢવામાં આવ્યુ છે.

આઇઆઇટી કાનપુરના સાઇબર સીકયોરીટી હબના પ્રોગ્રામ ડાયરેકટર મણીંદ્ર અગ્રવાલે જણાવ્યા અનુસાર કોરોના મામલે મહાષ્ટ્રમાં આગામી બે અઢવાડીયા કોરોનાના કેસ ખુબ વધી શકે. છે. રોજના ૪૫ થી ૫૦ હજાર કેસ આવી શકે છે. જયારે પંજાબમાં રોજના ૩૫૦૦ કેસ નોંધાઇ શકે છે. જયારે દિલ્હીમાં ઓપ્રિલ - મે દરમિયાન સંક્રમણ પ થી ૬ હજાર સુધી ફેલાઇ શકે છે. તેવા રીપોર્ટ બતાવે છે.

(11:40 am IST)