Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સચિનને હોસ્પિટલમાં દાખલ કરાયાઃ ટવીટ કરી કહ્યું દરેકની સંભાળ રાખો અને સુરક્ષીત રહો

વર્લ્ડકપની ૧૦મી વર્ષગાંઠ પર દેશવાસીઓ અને સાથી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી

મુંબઇઃ ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુકલકર કોરોના વાયરસ સામે લડી રહ્યા છે ત્યારે આજે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તબીબોની સલાહથી હું હોસ્પિટલમાં દાખલ થયો છું.  સચિને ટ્વિટ કરીને કહ્યું કે તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. ડૉકટરોની સલાહ પર મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસમાં ઘરે પાછો આવી જઈશ તેવી આશા છે. ધ્યાન રાખો અને બધા જ સુરક્ષિત રહો. આપણાં વર્લ્ડ કપની ૧૦મી વર્ષગાંઠ પર બધા જ ભારતીયો અને મારા સાથીઓને શુભકામનાઓ.   નોંધનીય છે કે ગયા મહિને રાયપુરમાં રોડ સેફટી વર્લ્ડ સીરિઝમાં ભારતની ટીમે શ્રીલંકાને મ્હાત આપી અને ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં સચિન ઈન્ડિયા લીજેન્ડ્સના કેપ્ટન હતા. ટૂર્નામેન્ટ ખતમ થયાના થોડા દિવસો બાદ સચિવ સહિતના ઘણા બધા પૂર્વ ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. સચિનની સાથે સાથે યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે.

(3:21 pm IST)