Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

હવે ત્રણવાર લાગશે વેકસીન ડોઝ : 'બુસ્ટર ડોઝ'ને મંજુરી

નિષ્ણાતોની પેનલે ભારત બાયોટેકની વેકસીન કોવૈકસીનના ત્રીજા ડોઝને મંજુરી આપી : બીજો ડોઝ લીધાના ૬ મહિના બાદ 'બુસ્ટર ડોઝ' લેવાનો રહેશે : ત્રીજો ડોઝ લેવાથી કોરોના સામે શરીરની ઇમ્યુનિટી અનેક વર્ષો સુધી વધી જશે : 'બુસ્ટર ડોઝ'થી કોરોનાના નવા સ્વરૂપથી રક્ષણ મળશે : નવા સ્ટ્રેન મ્યુટેશન કરી પેદા થઇ નહિ શકે

નવી દિલ્હી તા. ૨ : દેશમાં કોરોનાના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે તેને બુસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યું છે. એકસપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેકસીન કોવેકસીનના ત્રીજા ડોઝની મંજુરી આપી દીધી છે. ત્રીજો બુસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના બાદ કરાશે. તેનાથી ફાયદો એ થશે કે કોરોનાના નવા વેરિએન્ટથી રક્ષણ મળશે અને નવો સ્ટ્રેન ન્યુટેશન કરીને ઉત્પન્ન થઇ શકશે નહીં. કોરોના વિરૂધ્ધ શરીરની ઇમ્યુનિટી અનેક વર્ષો માટે વધી જશે.

એકસપર્ટ પેનલે કહ્યું કે, ભારત બાયોટેક તેમની વેકસીન કોવેકસીનનો ત્રીજો બુસ્ટર ડોઝ તે વોલિયન્ટીયર્સને પહેલા આપે, જે તેના કલીનિકલ ટ્રાયલનો ભાગ રહ્યા છે. ભારત બાયોટેકે સરકારની સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે ત્રીજા ડોઝ બાદ કોરોના વિરૂધ્ધ શરીરની ઇમ્યુનિટી અનેક વર્ષ માટે વધી જશે ત્યારબાદ એકસપર્ટ પેનલે બુસ્ટર ડોઝની મંજુરી આપી છે.

ભારત બાયોટેકના પ્રસ્તાવ પર સબજેકટ એકસપર્ટ કમીટીએ કહ્યું કે, બુસ્ટર ડોઝની સ્ટડી સેકેન્ડ ફેઝના કલીનિકલ ટ્રાયલવાળા વોલયન્ટિયર્સ પર કરવામાં આવે આ વોલયન્ટિયર્સ પર કરવામાં આવે આ વોલયન્ટિયર્સને ૬ માઇક્રોગ્રામની બે ડોઝ મળી ચુકી છે. બુસ્ટર ડોઝ તે લોકોને પહેલા આપવામાં આવશે. જેને કોવેકસીનનો બીજો ડોઝ ગયા વર્ષે સપ્ટેમ્બર અથવા ઓકટોબરમાં આપવામાં આવી ચુકયો છે.   ભારત બાયોટેકના વોલયન્ટિર્સને ત્રીજો બુસ્ટર ડોઝ આપ્યા બાદ ૬ મહિના સુધી દેખરેખ હેઠળ રાખશે. જેથી તેના શરીરમાં કોરોના વિરૂધ્ધ થતાં બદલાવો, ઇમ્યુનિટીના ઘટવા અને વધવા સાથે જ નવા વેરિએન્ટમાં બચવાના કેટલી મદદ મળે છે. તેના પર નજર રાખશે. સાથે જ સાઇડ ઇફેકટસનું પણ પરીક્ષણ કરવામાં આવશે.

ત્યારબાદ ભારત બાયોટેક તેમના સ્ટડી રીપોર્ટ સરકારના એકસપર્ટ પેનલની સામે રાખશે. કંપની કલીનિકલ ટ્રાયલની રીવાઇઝડ રીપોર્ટ એકસપર્ટ પેનલના સામે તપાસ માટે રાખશે. ઉલ્લેખનીય છે કે, અંદાજે ૧૯૦ વોલન્ટિયર્સે કોવેકસીન ૬ માઇક્રોગ્રામના ડોઝ ટ્રાયલના બીજા ભાગમાં લીધા હતા. આ જાણકારીએ કંપનીએ પોતાના ડેટાની સાથે સાર્વજનિક પણ કરવામાં આવી હતી.

હવે આ વોલયન્ટિયર્સને બે સમૂહોમાં વહેંચી દેવામાં આવશે. એક સમૂહને ત્રીજા બુસ્ટર ડોઝ આપવામાં આવશે ત્યારબાદ બંને સમુહોના વોલયન્ટિયર્સના શરીરમાં થતા બદલાવોનું અધ્યયન કરવામાં આવશે. આ વાતની સ્ટડી થશે કે કોવેકસીનની અસર કયાં સુધી રહે છે. કોરોના વિરૂધ્ધ વેકસીન લગાવ્યા બાદ શરીરની પ્રતિરોધક ક્ષમતામાં કેટલો વધારો થાય છે. કંપનીએ જણાવ્યું છે કે કોવેકસીનના ત્રીજા બુસ્ટર ડોઝ બાદ શરીરમાં Tcellsની માત્રામાં વધારો થશે તેનાથી ભવિષ્યમાં કોરોનાથી રક્ષણ મળશે. એટલું જ નહિ જો ત્રીજો બુસ્ટર ડોઝ લોકોને ફાયદો પહોંચાડશે તો તેનાથી કોરોનાથી રક્ષણ મળશે.

ત્રીજા બુસ્ટર ડોઝ બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. સંક્રમણનો ખતરો ઓછો થશે. સાથે જ વધુ લહેર આપવામાં સમય લાગશે. જો લહેર આવે પણ છે તો વધુ નુકસાન સાબિત થશે નહિ. તેનું નિયંત્રણ સરળ થશે. ત્યારબાદ વર્ષમાં એક ડોઝની જરૂરીયાત પડશે. જેના માટે દેશના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

(3:09 pm IST)