Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બેરોજગારીનો દર ઘટીને થયો ૬.પ ટકા

હરિયાણામાં સૌથી વધારે બેરોજગારી દર ર૮.૧ ટકા નોંધાયો

નવી દિલ્હી તા. રઃ કોરોના મહામારીના કારણે થયેલા લોકડાઉન પછી દેશમાં બેરોજગારીનો દર સતત વધ્યો હતો. જો કે હવે રાષ્ટ્રીયસ્તરે બેરોજગારી દરમાં ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી મહિનાના ૬.૯ ટકાના બેરોજગારી દરની સરખામણીમાં માર્ચ મહિનાના અંતમાં તે ૬.પ ટકા થયો છે.

શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર ૭.ર ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં તે ૬.૩ ટકા નોંધાયો છે. જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીમાં વધેલ કામોઅ ને શહેરી વિસ્તારોમાં ઔદ્યોગીક ગતિવિધીઓ ઝડપી થવાનું પરિણામ ગણવામાં આવે છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે બેરોજગારીની પરિસ્થિતિમાં આ સુધારો ચાલુ રહી શકે છે પણ જો કોરોના સંક્રમણ વધશે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લગાવવાનો વારો આવશે તો ફરીથી આ અંગે સંકટ વધશે.

બેરોજગારી બાબતે મધ્ય પ્રદેશ મોટું રાજય હોવા છતાં સૌથી ઓછી બેરોજગારીવાળા રાજયોમાં છે. અહીં માર્ચના અંત સુધીમાં બેરોજગારી દર ફકત ૧.૬ ટકા જોવા મળ્યો છે. જયારે આસામમાં ૧.૧, ગુજરાતમાં ર.૧ ટકા, કર્ણાટક ૧.ર ટકા, ઓરિસ્સા ૧.૬ ટકા, સિકકીમ ૧.૭ ટકા અને છતીસગઢમાં ર.૭ ટકા જોવા મળ્યો છે. ભાજપા શાસિત રાજય હરિયાણામાં બેરોજગારી સતત રેકોર્ડ સ્તરે જોવા મળી છે. માર્ચ મહિનામાં હરિયાણામાં ર૮.૧ ટકા, ગોવામાં રર.૧ ટકા, રાજસ્થાનમાં ૧૯.૭ ટકા, ત્રિપુરા ૧૩.૯ ટકા, હિમાચલ પ્રદેશ ૧૪.૩ ટકા, બિહાર ૧૪.પ ટકા અને ઝારખંડમાં ૧ર.૮ ટકા બેરોજગારી તથા દેશની રાજધાની દિલ્હીમાં તે ૯.૪ ટકા નોંધાઇ છે.

(3:25 pm IST)