Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભારત પાસેથી ખાંડ અને કપાસ આયાત કરવાનો નિર્ણય ઇમરાને ફેરવી તોળતા માછલા ધોવાયા

પાક કારોબારી કહે છે જો ભારતની મદદ નહીં લઇએ તો બર્બાદ થઇ જઇશુ

નવી દિલ્હી તા. ૨ : ગુરૂવારે પાકીસ્તાનના પી.એમ. ઇમરાનખાનના નેતૃત્વમાં મળેલ કેબીનેટ બેઠકમાં ભારત પાસેથી ખાંડ અને કપાસની આયાત કરવાના નિર્ણયને ફેરવી તોળવામાં તેમના  આ યુ-ટર્ન સામે જબરો દેકારો શરૂ થઇ ગયો છે.

પાકિસ્તાનની ઇકોનોમીક કોર્ડીનેશન કમીટીએ જયારે ભારત પાસેથી ખાંડ અને કપાસ આયાત કરવા મંજુરી આપી હતી. કેમ કે પાકિસ્તાનમાં આ બન્ને વસ્તુઓના ભાવ ખુબ વધી ગયા હતા. મોંઘવારી કાબુમાં લેવા જ ભારત પાસેથી તેની આયાતનો નિર્ણય લેવાયો હતો.

તેમ છતા ઇમરાને આ આયાતનો નિર્ણય ફેરવી તોળતા તેમના પર માછલા ધોવાઇ રહ્યા છે. પાકિસ્તાની કારોબારી કહે છે કે આ બર્બાદી તરફ લઇ જતો નિર્ણય છે.

જાવેદ બિલવાનીએ કહ્યુ કે પાકિસ્તાન સરકાર દ્વારા ઇકોનોમિક કોર્ડીનેશન કમીટી એટલે કે ઇસીસીના પ્રસ્તાવનો અસ્વીકાર થવાથી વિદેશી ખરીદદારો પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. બીજી તરફ પાકિસ્તાનમાં સુતર અને ખાંડની ખુબ અછત છે. પડોશી દેશ પાસેથી આયાત ઠુકરાવીને મોટી ભુલ કરવામાં આવી છે.

(4:08 pm IST)