Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

BSNLના ગ્રાહકો માટે માઠા સમાચાર ૪ પ્રીપેડ પ્લાન બંધ

નવી દિલ્હી, તા.૨: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે પ્રીપેડના ચાર મહત્વના પ્લાન બંધ કરી દેતાં ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે. આ પ્લાન ૪૭, ૧૦૯, ૯૯૮ અને ૧૦૯૮ રૂપિયાવાળા પ્લાન બંધ કરી દીધાં છે. કેરળના ટેલિકોમ રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં અવી હતી. આ પ્રીપેડ પ્લાન બંધ કરવાની જાહેરાત ૧લી એપ્રિલે કરવામાં આવી છે આ તમામ પ્લાન ૩ અપ્રિલે બંધ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે જે ગ્રાહકોએ આ પ્રીપેડ પ્લાન લીધા છે. તેની સમય મર્યાદા પૂર્ણ થશે નહિ ત્યાં સુધી પ્લાન કાર્યરત રહેશે પણ આગળ આ પ્લાનના વાઉચર અને એસટીવીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહિં. ગ્રાહકે તેની જરૂરિયાત મુજબ બીજે પ્લાન પંસદ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે ૪૭ વાળા પ્લાનમાં અનલિમીટેડ કોલિંગ સાથે ૧૪ ડેટા અને ૧૦૦ એસએમએસ ફ્રી મળતાં હતાં. ૨૮ દિવસ સુધી  આ પ્લાન ખુબ લોકપ્રિય હતો. જયારે ૧૦૯ વાળા પ્લાનની સમય મર્યાદા ૭૫ દિવસની હતી અને ૧૦ જીબી ડેટા પણ આપવામાં આવતો હતો, જે લોકો પોતાના પ્રીપેડ કાર્ડ એકટિવ રાખવા માંગતા હોય તેમના માટે પ્લાન સારો હતો. બીજા પ્લાન પણ સારા હતા પરતું ભારતની સરકારી ટેલિકોમ કંપનીએ પ્લાન બંધ કરી દીધા છે.આજેપણ દ્યણાબધા ગ્રાહકો બીએસએનએલનો ઉપયોગ કરે છે તેના મહત્વના ચાર પ્રીપેડ બંધ કરી દેતાં ગ્રાહકોમાં નિરાશા વ્યાપી ગઇ છે હાલ ખાનગી કંપનીઓ હરિફાઇમાં આ પ્લાન બધાને પોષાય એવા હતાં પરતું તેને બંધ કરતા ગ્રાહકોને ભલે નુકશાન થાય પરંતુ ખાનગી કંપનીઓને સરકારે એકવાર ફરી મદદ કરી છે.

(4:09 pm IST)