Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ડીએમકે-કોંગ્રેસ ન સુરક્ષાની ગેરન્ટી દેશે કે ન ગરિમાનીઃ નરેન્દ્રભાઇ

તામિલનાડુના મદુરાઇમાં વડાપ્રધાનની સભાઃ વિપક્ષોને આડે હાથ લીધા

મદુરાઇ તા. રઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આજે તામિલનાડુના મદુરાઇથી ચુંટણી સભાને સંબોધીત કરેલ. તેમણે વિપક્ષી રાજકીય પક્ષોને વિકાસના વાયદાને લઇને આડે હાથ લીધેલ.

નરેન્દ્રભાઇએ જણાવેલ કે ડીએમકે અને કોંગ્રેસ ન તો સુરક્ષાની ગેરન્ટ આપશે અને ન તો ગરિમાની ડીએમકેના પહેલા પરિવારમાં જટીલતાના કારણે તેઓએ શાંતિપ્રિય મદુરાઇને માફીયા બનાવવાની કોશીશ કરેલ. તેઓ મદુરાઇના લોકચાહનાને સમજી ન શકયા, કોઇ નવાઇ નથી કે તેના વારંવાર મહિલાઓનું અપમાન કરે છે.

મોદીએ વધુમાં જણાવેલ કે ડીએમકે અને કોંગ્રેસ પાસે વાત કરવા વાસ્તવીક એજન્ડા નથી, પણ તેઓએ પોતાના જુઠ ઉપર નિયંત્રણ રાખવું જોઇએ, કેમ કે લોકો બધુ સમજે છે. કોંગ્રેસ-ડીએમકે ખુદને તામિલ સંસ્કૃતિના એકમાત્ર રક્ષકના રૂપમાં બતાવે છે, પણ તથ્ય કંઇક અલગ જ જણાવે છે. ર૦૧૧માં યુપીએ દિલ્હીમાં સતામાં આવેલ અને દ્રમુક પાસે કેન્દ્રમાં મોટા ખાતાઓ હતા. તે જ યુપીએ સરકારે જલ્લીકટ્ટુ ઉપર પ્રતિબંધ લગાડેલ અને એક નેતાએ આ પ્રથાને બર્બર બતાવેલ.

નરેન્દ્રભાઇએ ર૦ર૪ સુધીમાં ભારતના દરેક ઘરમાં નળ દ્વારા પાણી સુનિશ્ચિત કરવા માટેના જળ જીવન મિશન અંગે વાત કરતા કહેલ કે અત્યાર સુધીમાં ૧૬ લાખ કનેકશનો અપાયા છે. અમારી સરકાર કપડા વિસ્તાર માટે વધુ લોન અને આધુનિક મશિનરી સુનિશ્ચિત કરી રહી છે. મદુરૈ વિશ્વની સૌથી જુની ભાષા છે. તામિલ સાથે નજીકથી જોડાયેલી છે. આ ભૂમિનો ગાંધીજી ઉપર ખુબ જ પ્રભાવ હતો.

(4:09 pm IST)