Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બેફામ બરફવર્ષા બાદ અમેરિકામાં ભીષણ ગરમીએ ૧૧૧ વર્ષનો રેકોર્ડ તોડયોઃ ૩૩ ડીગ્રી તાપમાનઃ સરેરાશથી ૭ ડીગ્રી વધારે

ન્યુયોર્ક : અમેરિકામાં ૧રર વર્ષનો રેકોર્ડ બરફવર્ષ બાદ પપ દિવસમાંજ ગરમીએ ૧૧૧ વર્ષનો રેકોર્ડ બનાવ્યો છે. અહી તાપમાન ૩૩ ડીગ્રી પહોંચી ગયું છે. જલ્દીથી વધેલી ગરમીના લીધે લોકો દરિયાકીનારા તરફ જવા લાગ્યા છે. સામાન્ય રીતે અમેરીકામાં માર્ચથી એપ્રીલમાં તાપમાન રર થી રપ ડીગ્રી વચ્ચે રહે છે. જે આ વર્ષે ૩૩ ડીગ્રીએ પહોંચ્યું છે.

ગત વર્ષોની તુલનામાં આ વર્ષે ૭-૮ ડીગ્રી ગરમી વધુ છે. હવામાન વિજ્ઞાની માર્કના જણાવ્યા મુજબ આ વર્ષે રેકોર્ડ બરફવર્ષ બાદ ભીષણ હીટવેવ અમેરીકા- યુરોપમાં પડી રહી છે. ઠંડી પણ અચાનક જતી રહેલ.

આ કારણથી વસંત ન આવી અને ગરમી એક મહીનો પહેલા શરૂ થઇ બુધવારે સેનડીસેગોમાં તાપમાન ૩ર.૭ ડીગ્રી નોંધાયેલ. અગાઉ ૧૯૧૦ માં પારો ૩૧ ડીગ્રીએ પહોંચેલ હજી તો ફેબ્રુઆરીની શરૂમાંજ અમેરીકામાં પ ફુટ બરફવર્ષા થયેલ.

અમેરીકા એકલો એવો દેશ નથી કે જયાં માર્ચમાં રેકોર્ડ ગરમી પડી હોય. ફ્રાન્સ, બ્રીટન, નેધરલેન્ડ અને જર્મનીમાં પણ આ વર્ષે સમયથી પહેલા ગરમીનું આગમન થયું છે બુધવારે નેધરલેન્ડમાં ર૭.ર,જર્મનીમાં ર૬, બ્રીટનમાં રપ અને ફ્રાન્સમાં ર૬ ડીગ્રી તાપમાન નોંધાયેલ. આ તમામ દેશોમાં માર્ચમાં સરેરાશ તાપમાન ૧૮ ડીગ્રી આસપાસ રહે છે.

(4:10 pm IST)