Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સાવધાનઃ સાયબર ક્રાઇમમાં નવું જોખમ ઉમેરાયું : હેકર્સે OTP વિના બેન્ક બેલેન્સ સાફ કરવા લાગ્યા

હેકર્સ પીડિતને ફોન કરીને તેના ખાતામાંથી રકમ ઝીરો થવાનો સામેથી ફોન પણ કરે છે.

નવી દિલ્હીઃ ટેક્નોલોજીના સમયમાં જોખમો પણ વધી રહ્યા છે. હવે સાયબર ક્રાઇમમાં નવું જોખમ ઉમેરાયું છે. જેમાં હેકર્સ OTP વિના જ બેન્ક બેલેન્સ સાફ કરવા લાગ્યા છે. એટલું જ નહીં ચોરી પર સીના જોરીની જેમ હેકર્સ પીડિતને ફોન કરીને તેના ખાતામાંથી રકમ ઝીરો થવાનો સામેથી ફોન પણ કરે છે. જ્યારે મોબાઇલ પર મેસેજ આવે છે ત્યારે ખાતેદારના હોશ ઊડી જાય છે.

આ ટેક્નિકને સાયબર એક્સપર્ટ પણ શોધી નથી શકતા કે કઇ રીતે ઓટીપી વિના જ બેન્કમાંથી રકમ ગાયબ થઈ રહી છે? સાયબર પોલીસના જણાવ્યા મુજબ છેતરપિંડીના આ મામલા માર્ચ મહિનામાં જ શરુ થયા છે અને તાબડતોડ તેમાં વધારો થઇ રહ્યો છે. સાયબર વિભાગ મુજબ માત્ર 15 દિવસમાં જ 6 લોકો આ છેતરપિંડીની શિકાર થવાની ફરિયાદ નોંધાઇ છે

સાયબર ઠગ પોતાના શિકારને ખાતામાંથી રકમ સાફ કરતા પહેલાં કે પછી ફોન કરીને માહિતગાર કરે છે કે તે ઠગ છે અને તેણે તમારુ ખાતુ હેક કરી લીધું છે. થોડી વારમાં જ શિકારના મોબાઇલ પર તેના બેન્ક ખાતામાં બેલેન્સ શૂન્ય થઇ જવાનું મેસેજ આવે છે. ત્યારે તેના હોશ ઉડી જાય છે

  મોબોઇલ પર ખાતેદારને મેસેજ આવ્યા બાદ શરુ થાય છે અસલી ખેલ. કારણ કે ઠગ શિકારને જણાવે છે કે તેનુ ખાતુ સાફ થઇ ગયું છે. તેથી મોટાભાગના કિસ્સામાં લોકો ઠગને પૈસા પરત કરવા કાકલુદી કરે છે. જેનો લાભ લઇ ઠગ શિકારને પૈસા પરત કરવાનની લાલચ આપી તેના મોબાઇલ પર આવેલ OTP જણાવવાનું કહે છે. પૈસા પરત થવાની આશામાં શિકાર સમજ્યા વિચાર્યા વિના ઠગને ઓટીપી જણાવી દે છે. બસ અહીં. હકર્સનું કામ પુરું થઇ જાય છે અને તેને OTP નાંખી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે. પછી કાંઇ થઇ શકતું નથી.

 સાયબર પોલીસનો દાવો ખાતામાંથી સાફ થયેલી રકમ પરત એકાઉન્ટમાં આવી શકે છે. પરંતુ તેના માટે ખાતેદારે કોઇ પણ સંજોગોમાં ફોન આવે ત્યારે હેકર્સને OTP જણાવવું નહીં. સાયબર પોલીસના ઇન્સ્પેક્ટર અનિલકુમારના જણાવ્યા મુજબ, “હેકર્સ લોકોના ખાતા હેક કરી તેમાંની રકમની FD બનાવી લે છે. સારી વાત એ છે કે આ એફડી માત્ર એક દિવસ માટે બને છે. તેથી તે જ દિવસે કે થોડા કલાક બાદ તેની સમય મર્યાદા પુરી થઇ જાય છે. માટે ઠગ પાસે પોતાનો ખેલ પુરો કરવા માટે વધુમાં વધુ એક દિવસ કે 12 કલાક હોય છે. તેથી હેકર્સ શિકારને ફોન કરી જલદી ઓટીપી મેળવી લેવાનો પ્રયાસ કરે છે. જેથી રકમ ઝડપથી પોતોના ખાતામાં ટ્રાન્સફર કરી લે. તેથી ઓટીપી નહીં બતાવવાથી નીકળેલી રકમ ખાતામાં પરત આવી શકે છે.

નોંધનીય કે એટીપી નહીં જણાવવાથી બેન્કમાંથી ઉપાડેલી રકમ બેન્કના પાર્કિંગ સેલમાં પડી રહે છે. તેથી સમયસર ફરિયાદ કરવાથી ગયેલી રકમ ખાતામાં પરત આવી શકે છે. તેથી કોઇ પણ હાલમાં ઓટીપ આપવું નહીં.

(4:57 pm IST)