Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોના રસીના બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનો થઇ શકે છે કોરોના

વેક્સીન લીધા બાદ પણ કોરોના શરીરમાં ગયો તો સુપરસ્પ્રેડર બની શકો છો

નવી દિલ્હી : દેશભરમાં વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. ત્યારે એવામાં અમદાવાદમાં વેક્સીન લીધા બાદ પણ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ સંક્રમણ વધવાના કિસ્સા વધી રહ્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તૈયાર કરેલા આંકલન મુજબ અનેક તારણો સામે આવ્યા છે. જેમાં વેક્સીન લીધા બાદ એન્ટી બોડી ડેવલપ થવાથી કોરોના નહીં થાય તેવી ભ્રમણા. વેક્સીન લીધા બાદ પણ કોરોના શરીરમાં ગયો તો સુપરસ્પ્રેડર બની શકો છો. કોરોનાની વેક્સીન કેટલી અસરકારક છે તેના પર સર્વે ચાલી રહ્યો છે.

પરિવારના સભ્યોએ વેક્સીન ન લીધી હોવાથી પરિવારમાં એક વ્યક્તિ બની શકે છે સાઈલેન્ટ કેરિયર. વેક્સીન લીધા બાદ માસ્ક ન પહેરવું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે.

કેટલાક નાગરિકોને એવી ભ્રમણા છે કે વેક્સીન લીધા બાદ નહીં થાય કોરોના. આવા નાગરિકો સામે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંક્રમણ તો લાગી જ શકે છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે 2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

(5:25 pm IST)