Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

એન્ટીલિયા કેસ: સચિન વઝેએ દાઉદ ઇબ્રાહિમના જૂના સાથીઓની મદદ લીધી? : હવે એજન્સીની તપાસ શરુ

તિહાડ જેલમાંથી જૈશ-ઉલ-હિંદના નામથી એક ટેલીગ્રામ મેસેજ પર ઉભા થયા સવાલ

મુંબઈ :એન્ટીલિયા કેસમાં તપાસ દરમિયાન રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. સચિન વઝેએ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના જૂના સાથીઓની મદદ લીધી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે આવુ તેમણે ખુદની પોલ ખુલતા જોઇ એજન્સિઓને ગુમરાહ કરવા માટે કર્યુ હતું

આ સવાલ એટલા માટે ઉભો થઇ રહ્યો છે કારણ કે તિહાડ જેલમાંથી જૈશ-ઉલ-હિંદના નામથી એક ટેલીગ્રામ મેસેજ આવ્યો હતો, જેમાં વિસ્ફોટક લગાવવાની જવાબદારીનો દાવો કરવામાં આવ્યો હતો, તેના તાર અંડરવર્લ્ડ સાથે જોડાતા જોવા મળી રહ્યા છે. તપાસમાં ખબર પડી છે કે જેજે શૂટ આઉટથી જોડાયેલા એક મોટા ગેન્ગસ્ટરે તેમાં મદદ કરી છે.

25 ફેબ્રુઆરીએ સ્કૉર્પિયો મળ્યા બાદ જ્યારે ATSએ પણ તપાસ શરૂ કરી અને વઝેની પોલ ખુલતી જોઇ જૈશ-ઉલ-હિંદના નામથી એક ટેલીગ્રામ મેસેજ આવ્યો હતો, જેમાં વિસ્ફોટક લગાવવાની જવાબદારી લીધી હતી, તે મેસેજમાં ક્રિપ્ટો કરન્સીથી પૈસાની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ બાદામં ટેલીગ્રામથી જ જૈશ-ઉલ-હિંદના નામથી વધુ એક મેસેજ આવ્યો હતો, જેમાં પહેલાનો મેસેજ ફેક ગણાવવામાં આવ્યો હતો

બાદમાં મુંબઇ પોલીસે દાવો કર્યો કે એક પ્રાઇવેટ એજન્સીની તપાસમાં ખબર પડી છે કે ધમકી ભરેલા મેસેજ જે આઇપીથી જનરેટ થયા છે તેની લોકેશન તિહાડ જેલ છે. મહત્વપૂર્ણ છે કે ખુદ મુંબઇ પોલીસ કમિશનરે દિલ્હી પોલીસને પત્ર લખીને જાણ કરી હતી. જે બાદ દિલ્હીની સ્પેશ્યલ સેલે તિહાડ જેલમાં રેડ કરી ઇન્ડિયન મુઝાહિદ્દીનના આતંકી તહસીન અખ્તર પાસેથી મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. ઇન્ડિયન મુઝાહિદ્દીનનું નામ આવતા જ શક થયો હતો.

દિલ્હી પોલીસ સુત્રો અનુસાર, તહસીનની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી પરંતુ તેને કોઇ પણ મેસેજ મોકલવાનો ઇનકાર કર્યો હતો. હવે ખબર પડી રહી છે કે તે સેલમાં અંડરવર્લ્ડનો પણ એક ગુર્ગો બંધ છે અને તેણે તહસીનના નજીક જઇને ટેલીગ્રામથી ધમકી ભરેલો મેસેજ મોકલ્યો જેથી શક તહસીન પર આવે

સાથે જ એવી પણ ખબર પડી છે કે તેને આ કામ માટે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સાથી અને જેજે શૂટ આઉટમાં સામેલ એક ગેન્ગસ્ટરે કહ્યુ હતું. એજન્સી હવે આ વાતની તપાસ કરી રહી છે કે શું સચિન વઝેએ પોતાને બચાવવા માટે અંડરવર્લ્ડની મદદ લીધી હતી?

(6:13 pm IST)