Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સ્ટાલિનના જમાઈના ઘરે ITના દરોડાથી રાજકારણ વધુ ગરમાયું

તામિલનાડુમાં આવકવેરા વિભાગનો સપાટો : ચૂંટણી પહેલાં સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ આવકવેરાની ટીમો આજે સવારે એક સાથે ત્રાટકી

ચેન્નઈ, તા. ૨ : તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે ડીએમકેના નેતા સ્ટાલિનના જમાઈના ઘરે દરોડા પાડતા અહીંનુ રાજકારણ ગરમાયુ છે.

સ્ટાલિનના જમાઈ સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ આવકવેરાની ટીમો આજે સવારે એક સાથે ત્રાટકી હતી.જોકે કાર્યવાહી અંગે હજી વધારે ખુલાસો થયો નથી પણ એવુ મનાય છે કે, સ્ટાલિનના જમાઈના ઘરમાં મોટા પાયે રોકડ રકમ છુપાવાઈ હોવાની બાતમી આવકવેરા વિભાગને મળી હતી.

તામિલનાડુમાં ૨૩૪ બેઠકો માટે ૬ એપ્રિલે મતદાન થવાનુ છે.ડીએમકે અને કોંગ્રેસ ભેગા મળીને  ભાજપ અને એઆઈડીએમકે સામે ચૂંટણી લડી રહ્યા છે.આ સંજોગોમાં ચૂંટણી પહેલા જ પાડવામાં આવેલા દરોડોના પગલે તામિલનાડુમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

આઈટી વિભાગે જે સ્થળોએ દરોડા પાડ્યા છે તેમાંથી એક સ્થળે સ્ટાલિનની પુત્રી એટલે કે સબરીસનના પત્ની રહે છે.

(8:08 pm IST)