Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સરકારી અધિકારીઓને વિદેશોમાં ટ્રેનિંગ માટે જવા ઉપર મુકાયેલો પ્રતિબંધ લંબાવાયો : ખાસ કિસ્સાઓમાં અગાઉથી સરકારની મંજૂરી ફરજીયાત

ન્યુદિલ્હી : કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ સરકારી અધિકારીઓને  વિદેશોમાં ટ્રેનિંગ માટે જવા ઉપર મુકાયેલો પ્રતિબંધ અનિશ્ચિત મુદત માટે લંબાવાયો છે.જે અંતર્ગત  ખાસ કિસ્સાઓમાં અગાઉથી સરકારની મંજૂરી ફરજીયાત કરાઈ છે.

1 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયા મુજબ કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ સરકારી અધિકારીઓને  વિદેશોમાં ટ્રેનિંગ માટે જવા ઉપર મુકાયેલો પ્રતિબંધ અનિશ્ચિત મુદત માટે લંબાવાયો છે. ખાસ કિસ્સાઓમાં અગાઉથી મંજૂરી લેવી ફરજીયાત છે.

ઉલ્લેખનીય છે કે જૂન 2020 માં પ્રથમવાર સરકારી અધિકારીઓને  વિદેશોમાં ટ્રેનિંગ માટે જવા ઉપર કોવિદ -19 સંજોગોને કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જે હવે અનિશ્ચિત મુદત માટે લંબાવવામાં આવ્યો છે તેવું ટી.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)