Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાની પરિસ્થિતિ જો આવી જ રહી તો લૉકડાઉન લગાવવા પર વિચાર કરવો પડશે : લોકડાઉનનો વિકલ્પ શોધવો પડશે : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું -એક- બે દિવસમાં હું નિવેદન આપીશ. નોકરી મળી જશે, જીવ ગયો તો પરત નહી આવે. : આવનારા 15-20 દિવસમાં સુવિધાઓની કમી થવા લાગશે. આ સુવિધાઓને તો અમે વધારી લઇશુ પરંતુ અમે ડૉક્ટર અને નર્સ ક્યાથી લાવીશું, આ મોટો પડકાર છે

મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કોરોના વિકરાળ રૂપ પકડી રહ્યુ છે. જોકે, CM ઠાકરેએ કહ્યુ કે લૉકડાઉન લાગશે કે નહી લાગે તેનો જવાબ નથી આપી રહ્યો.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, “કેટલાક દિવસ માટે કડક નિયમ લાગુ કરવા પડશે,જેની જાણકારી આવનારા કેટલાક દિવસમાં આપવામાં આવશે. સ્થિતિ જો હાથમાંથી બહાર ગઇ તો વિચાર કરવો પડશે. એક- બે દિવસમાં હું નિવેદન આપીશ. નોકરી મળી જશે, જીવ ગયો તો પરત નહી આવે. લૉકડાઉનનો બીજો વિકલ્પ શોધવો પડશે. કેસ આ રીતે વધતા રહ્યા તો આગામી કેટલાક દિવસમાં હોસ્પિટલો ભરાઇ જશે. તમામ રાજકીય લોકોને નિવેદન છે કે રાજનીતિ ના રમો.”

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ જો આવી જ રહી તો લૉકડાઉન લગાવવા પર વિચાર કરવામાં આવશે, આ વાતને નકારી ના શકાય. ઠાકરેએ કહ્યુ કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી. એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે લૉકડાઉન લાગી શકે છે, આ સંભાવનાને નકારી ના શકાય. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યુ કે, માર્ચ પહેલા ઝડપથી કોરોનાનો કેસ વધી રહ્યો છે, વિકરાળ રૂપ પકડી રહ્યો છે

મહારાષ્ટ્રમાં સતત વધતા કોરોનાના કેસને જોતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે જો આ રીતે કોરોનાના કેસની સંખ્યા વધતી ગઇ તો આવનારા 15-20 દિવસમાં સુવિધાઓની કમી થવા લાગશે. આ સુવિધાઓને તો અમે વધારી લઇશુ પરંતુ અમે ડૉક્ટર અને નર્સ ક્યાથી લાવીશું, આ મોટો પડકાર છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, આજની તારીખમાં અમારી પાસે 3 લાખ 75 હજાર બેડ્સ છે. આ અમારી ઘણી મોટી સફળતા છે. મે પહેલા પણ કહ્યુ હતું કે લૉકડાઉનનો ઉપયોગ અમે સુવિધાઓ વધારવા પર કરીશું. આજે મુંબઇમાં 8 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સ્થિતિ રહી તો લોકડાઉનનો ઇનકાર ના કરી શકાય.

 

મુખ્યમંત્રી ઠાકરે કહ્યુ કે, અત્યાર સુધી અમે 65 લાખ લોકોને વેક્સીન આપી ચુક્યા છે પરંતુ કેન્દ્રને વેક્સીનની સપ્લાયને વધારવી જોઇએ. અમે ત્રણ લાખ રોજની વેક્સીન લીધા બાદ પણ સાવધાની રાખવી પડશે. વેક્સીનની સપ્લાય વધતા જ અમે વેક્સીનેશનને ડબલ કરી દઇશું.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, મને કોઇએ વિલન બનાવવાનો પ્રયાસ કર્યો તો મને ચિંતા નથી પરંતુ મને જે જવાબદારી સોપવામાં આવી છે તેનું પૂર્ણ કરીશ, તેમણે કહ્યુ કે મહારાષ્ટ્ર એકમાત્ર રાજ્ય છે, જ્યા ઝડપથી હૉસ્પિટલ બનાવવામાં આવી. મુંબઇમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં 300-400 દર્દી રોજ આવે છે. આજે 8000થી વધુ કેસ આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરૂવારે જ રાજ્યમાં 43,183 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ અત્યાર સુધીનો એક દિવસના સૌથી વધુ કેસ છે. આ પહેલા 28 માર્ચે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 40,414 નવા કેસ સામે આવ્યા હતા

(9:32 pm IST)