Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

તામિલનાડુમાં ડીએમકેના સ્ટેલીન પરિવાર અને તેને ટેકો આપતા જૂથો અને વ્યક્તિઓ ઉપર ૨૮ સ્થળે આવકવેરાના દરોડા: મોડી રાત્રે પણ ચાલુ

આઇટી વિભાગે તમિલનાડુમાં આજે ત્રણ જુદા જુદા ગૃપો અને કેટલીક વ્યક્તિઓ પર સર્ચ અને રેડ હાથ ધરી હતી. આ જૂથો અને વ્યક્તિઓનોનો એક ભાગ રાજકીય રીતે રોકડ વિતરણમાં સક્રિયપણે મદદ કરી રહ્યા હોવાનો આરોપ હોય આવી પ્રવૃત્તિઓને ચકાસવા અને શોધવા માટે દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન કરચોરી અંગેની અનેક વાંધાજનક  સામગ્રી મળી આવી છે. આઈટી એક્ટના ૧૩૨ની જોગવાઈ હેઠળ કુલ ૨૮ સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. દરોડા ચાલુ છે: ડીએમકે સુપ્રીમો એમ.કે. સ્ટાલિનના પરિવારને ત્યાં આવકવેરા વિભાગના દરોડા અને સર્ચ રાત્રે ચાલુ છે

(9:36 pm IST)