Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આસામ ભાજપના દિગજ્જ નેતા હેમંત બિસ્વા સરમાને ચૂંટણીપંચની ફટકાર : ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો

કોંગ્રેસ અને બીપીએફ ઉમેદવાર મોહલેરીને NIAનો ઉપયોગ કરીને જેલમાં ધકેલવા આપી હતી ધમકી : 48 કલાક માટે પ્રતિબંધિત

આસામ વિધાનસભાની ચૂંટણી દરમિયાન  ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી હેમંત બિસ્વા સરમા ને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય ચૂંટણીપંચે તાત્કાલિક અસરથી હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધિત લગાવી દીધો છે.આસામ સરકારના મંત્રી અને  ભાજપ નેતા હેમંત બિસ્વા સરમા આગામી બે દિવસ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણીપંચે સરમા સામે મળેલી ફરિયાદના આધારે તેમના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેન્દ્રીય ચૂંટણીપંચે તાત્કાલિક અસરથી હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર 48 કલાક માટે પ્રતિબંધિત લગાવી દીધો છે.

કોંગ્રેસે હેમંત બિસ્વા સામે ફરિયાદ કરી હતી કે તેમણે કોંગ્રેસ અને બીપીએફ ઉમેદવાર મોહલેરીને ધમકી આપી હતી કે તેઓ NIAનો ઉપયોગ કરીને જેલમાં મોકલશે

અગાઉ ચૂંટણીપંચે આસામના મંત્રી અને ભાજપ નેતા હેમંત બિસ્વા સરમાને વિપક્ષી નેતા બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના નેતા હગરામ મોહિલેરી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી હતી. ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસની ફરિયાદ પર નોટિસ ફટકારવામાં આવી હતી.બોડોલેન્ડ પીપલ્સ મોરચો આસામમાં કોંગ્રેસનો સાથી છે. કોંગ્રેસ બદરૂદ્દીન અજમલની પાર્ટી એઆઇયુડીએફ અને બીપીએફ સાથે ગઠબંધન કરીને આ ચૂંટણી લડી રહી છે.

ગત ટર્મમાં હેમંત બિસ્વા સરમા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા તે એક મોટી રાજકીય ઘટના હતી, ત્યારબાદ કોંગ્રેસ આસામમાં ખરાબ રીતે હારી ગઈ. 2016માં વિધાનસભા ચૂંટણી પહેલા સરમા તરુણ ગોગોઈની આગેવાનીવાળી કોંગ્રેસની સરકાર છોડીને ભાજપમાં જોડાયા હતા. સરમાને એક અનુભવી ચૂંટણી વ્યૂહરચનાકાર માનવામાં આવે છે, જેનો પરિચય તેમણે ગત ચૂંટણીમાં આપ્યો હતો. સરમાએ ભાજપને એ એ બેઠકો પર જીત અપાવી જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ભાજપે પણ તેમનું મહત્વ સમજી તેમને મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પદ આપ્યું હતું. તેમણે ભાજપને માત્ર આસામમાં જ નહીં, પણ મણિપુરમાં પણ સરકાર બનાવવામાં મદદ કરી. ભાજપે તેમને જલુકબાડી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યાંથી તેઓ 2001 થી સતત જીતતા આવ્યાં છે.

(11:02 pm IST)