Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજસ્થાનમાં ગોઝરો અકસ્માત : માર્બલ ભરેલું કન્ટેનર કાર પર પડતા 4 લોકોના કરૂણમોત

કાર સવાર દંપત્તિ સહિત 4 લોકોનું દબાઈ જવાના કારણેદર્દનાક મોત

રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડા એન્દલા પોલીસ સ્ટેશનના બલરાઈ નજીક એક ગોઝારો અકસ્માત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાલીના સિરોહી તરફથી જઈ રહેલી કાર પર માર્બલ ભરેલો કન્ટેનર પલટી ગયો, જેથી કારમાં બેઠા બધા ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. કાર સવાર દંપત્તિ સહિત 4 લોકો દબાઈ જવાના કારણે તેમના દર્દનાક મોત થઈ ગયા છે. મૃતકોમાં એક મહિલા સામેલ છે. શવોને બહાર કાઢીને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

ગુડા એન્ડલા પોલીસ સ્ટેશનના અધિકારી બિહારીલાલ શર્માએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મનોજ શર્મા (રહે. જાલોર), અશ્વિની કુમાર દવે (રહે. વિશ્વકર્મા નગર સૂર્યોદય સ્કૂલ પાસે ભદવાસીયા જોધપુર), બુદ્ધરામ તુલસી રામ પ્રજાપત (રહે પ્લોટ નંબર 633, કમલા નેહરુ નગર જોધપુર) અને રશ્મિ દેવી અશ્વિની કુમાર દવેના કન્ટેનર નીચે દબાવાના કારણે મોત થઈ ગયા છે.

હાઇવે પરથી આ વાહનોને હટાવવામાં આવ્યા છે. શવોને ગૂંદોજ હૉસ્પિટલમાં મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતા. જાણકારી મળતા પોલીસ અધિક્ષક કાલુરામ રાવત અને અન્ય પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં કાર પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર કટ બનેલો હતો તે રાજનેતાઓના દબાવમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે. તેનાથી ઘણી વખતે અહીં અકસ્માત થઈ ચૂક્યા છે, પરંતુ દબાવન કારણે કોઈએ એ તરફ ધ્યાન ન આપ્યું. તો ટ્રેલર ચાલકની બેદરકારી પણ અકસ્માત માટે જવાબદારી રહી છે, કેમ કે ટ્રેલર પર રાખેલો કન્ટેનરને કોઈ પણ પ્રકારે બાંધવામાં આવ્યો નહોતો. રોડ પર ઉભા પરિવહનના અધિકારીઓ અને હાઇવે પેટ્રોલિંગ ટીમે પણ લટકતા કન્ટેનર તરફ ધ્યાન ન આપ્યું. તેનું પરિણામ 4 લોકોને પોતાનો જીવ આપીને ભોગવવું પડ્યું.

પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે કાર સવાર જોધપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા. પોલીસ સ્ટેશનના અધિકારી બિહારી લાલ શર્માએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજમાર્ગ 62 પર બલરાઈ ગામ પાસે માર્બલથી ભરેલો એક કન્ટેનર, સવારે 8 વાગીને 35 મિનિટ પર નજીકથી પસાર થઈ રહેલી કાર પર પડી ગયો, જેથી કાર સવાર સંપત્તિ સહિત 4 લોકોના મોત થઈ ગયા છે. બિહારી લાલ શર્માએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ શવો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસ હાલમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ કરી રહી છે.

(11:03 pm IST)