Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

યુએસ સંસદની બહાર કાર બેરીકેટ્ તોડી પોલીસ અધિકારીઓ સાથે ટકરાઈ : સુરક્ષાને ગંભીર ખતરો :સંકુલને તાળાબંધી : નેશનલ ગાર્ડ તૈનાત

બે પોલીસ અધિકારીઓ ઘાયલ : પોલીસ ગોળીબારમાં આરોપી ઘવાયો : કસ્ટડીમાં લઇ લેવાયો

અમેરિકી સંસદ વોશિંગટન ડીસીમાં આવેલા રાજધાની સંકુલને તાળાબંધી કરવામાં આવી હતી. અહીં બે પોલીસ અધિકારીઓને વાહનની ટક્કર માર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ડ્રાઈવર અને બંને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સુરક્ષા બેરિકેડ્સ ઉડાવી દેતા શંકાસ્પદ વ્યક્તિએ બંને પોલીસ અધિકારીઓને ટક્કર મારી હતી. પોલીસ ગોળીબારમાં આરોપી ઘાયલ થયો હતો અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જોકે, ગોળીના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. એક ઘાયલ અધિકારીને કાર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બીજા અધિકારીને ઇમરજન્સી મેડિકલ ક્રૂની જરૂર હતી.

ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિસરમાં લોકડાઉન મુકવામાં આવ્યું છે. તે જ સમયે, આ સમગ્ર વિકાસની વચ્ચે કેપિટલ સંકુલની અંદર હેલિકોપ્ટર ઉતરવાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું. કેટલાક વીડિયોમાં જોવામાં આવ્યું છે કે કેપિટોલ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તોને લઈ જવા માટે સ્ટ્રેચર્સ પર લઈ જવાયો છે.

(11:59 pm IST)