Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

દુબઈ જતા ફેડએક્સના વિમાનને પક્ષી અથડાયું

બર્ડ હિટની ઘટનાથી દિલ્હી એરપોર્ટ પર ફૂલ ઈમરજન્સી જાહેર કરાઈ

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરાયા બાદ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડને બોલાવી લેવાયા

નવી દિલ્હી, તા.૧: દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

એરપોર્ટના અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દુબઈ જતા ફેડએક્સના વિમાને ટેક ઓફ કરતાની સાથે જ એક પક્ષી તેની સાથે અથડાઈ ગયું હતું. તેને જોતા દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરાયા બાદ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડને બોલાવી લેવાયા છે. આ નિર્ણય એક ફ્લાઈટના તાત્કાલિક ઉડાન ભર્યા બાદ એક પક્ષી ફ્લાઈટ સાથે અથડાઈ ગયા બાદ લેવાયો હતો. કોઈપણ પ્રકારની સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી લેવામાં આવી હતી.

(11:36 pm IST)