Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ઈરાનના ચલણમાં મોટાપાયે ઘટાડો

ભારતીય નિકાસકારો સાખ કે રોકડ વિના ઈરાનને ચોખા આપશે નહીં

નિકાસકારોના લગભગ ૭૦૦ કરોડ ઈરાન પાસે ઉધાર

નવી દિલ્હી, તા.૧: ઈરાનના ચલણમાં મોટાપાયે ઘટાડો થવાના કારણે મોંઘવારીનું પ્રમાણ ઘણુ વધી ગયુ છે. જેથી કરીને ઈસ્લામિક દેશોને મોટા ઝટકો લાગ્યો છે. ભારતથી ચોખા નિકાસ કરતી કંપનીઓએ નિર્ણય કર્યો છે કે સાખ વગર અથવા રોકડ વિના ઈરાનને ચોખા આપવામાં આવશે નહી. હાલમાં માહિતી પ્રમાણે ઈરાન વિદેશી હૂંડિયામણની કટોકટી અને ઊંચા ફુગાવા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. મોઘવારીના કારણે રમજાનમાં ઈરાની લોકો જરુરીયાત પ્રમાણે  સામાન ખરીદી શકતા નથી. મોંઘવારીના કારણે લોકો સામાન ખરીદતા પહેલા દુકાનો વચ્ચે કિંમતોની તુલના કરતાં હોય છે. તેના પછી પણ લોકો ખરીદવા માટે નિર્ણય કરે છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ચોખા નિકાસકારોના લગભગ ૭૦૦ કરોડ રુપિયા ઈરાન પાસે ઉધાર છે. વિદેશી હુંડિયામણ પર સંકટ આવવાથી તેની બચત કરેલી રાશીનો ઉપયોગ કરી શકતા નથી. તેના કારણે ભારતીય નિકાસકારોએ માત્ર સાખ અથવા રોકડ રુપિયા પર જ ઈરાનને ચોખા આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાનની વિદેશી હુંડિયામણમાં ભારે ઘટાડો આવ્યો છે. તેનાથી આયાત ઘણી મોંઘી થઈ ગઈ છે. તેના કારણે ઈરાનમાં જરુરીયાતની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકી ડોલરની તુલનામાં ઈરાનની મુદ્રામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ વખતે બાસમતી ચોખાની ઉપજ ઓછી થવાથી અને માંગ વધુ હોવાથી આંતરરાષ્ટ્રીય લેવલે બાસમતી ચોખાની કિંમત વધીને ૩૦૦ ડોલર પ્રતિ ટન થઈ ગઈ છે. જેથી હાલમાં બાસમતી ચોખની કિંમત ૯૫ થી ૧૦૦ પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

(11:40 pm IST)