Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

બેંગકોક-મુંબઈ ઈન્ડિગોની ફ્લાઈટની ઘટના

સ્વિડીશ નાગરિકે દારૂ પીને ક્રૂ મેમ્બર સાથે છેડછાડ કરી

પોલીસે એક સ્વિડનના નાગરિકની ધરપકડ કરી, મામલો ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ-૧૦૫૨ સાથે સંકળાયેલો છે

મુંબઈ, તા.૧: નશો કરીને ફ્લાઈટમાં અશોભનીય કૃત્યની ઘટનાઓએ એરલાઇન્સોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન વધુ એક ફ્લાઈટમાં યાત્રી દ્વારા ગેરવર્તણૂક અને છેડતીનો મામલો સામે આવ્યો છે. બેંગકોકથી મુંબઈ આવતી ઉડાન દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે છેડછાડના આરોપ હેઠળ પોલીસે એક સ્વિડનના નાગરિકની ધરપકડ કરી લીધી છે. આ મામલો ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ-૧૦૫૨ સાથે સંકળાયેલો છે. ઘટના બાદ ફ્લાઈટમાં હોબાળો મચી ગયો હતો. આરોપી ઘટનાના સમયે નશામાં હતો. ફ્લાઈટ મુંબઈ પહોંચતા જ એરલાઈન્સના સ્ટાફે આરોપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર તેની ઓળખ એરિક હેરાલ્ડ જોનાસમ(૬૨) તરીકે થઈ હતી. માહિતી અનુસાર ઈન્ડિગોએ ક્લાસ એરિક સામે એમ કહેતા ફરિયાદ કરી હતી કે તે નશામાં હતો અને ભોજનના પૈસા ચૂકવતી વખતે તેણે ક્રૂ મેમ્બરને અડપલાં કર્યા અને બદનિયતથી સ્પર્શ કર્યો હતો. આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. ઈન્ડિગોએ આ ઘટનાની પુષ્ટી કરી અને કહ્યું કે જરૂરી પ્રોટોકોલનું પાલન કરાયું છે. 

(11:48 pm IST)