Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

આઈપીએલ-૨૦૨૩માં ગુજરાત ટાઈટન્સને આંચકો

ઘૂટણની ઈજાને લીધે કેન વિલિયમસન IPL ગુમાવશે

મેચમાં ફિલ્ડીંગ દરમિયાન વિલિયમસનને ઘુટણમાં ઈજા બાદ દુખાવાના કારણે તે મેદાનથી બહાર જતો રહ્યો હતો

અમદાવાદ, તા.૧: આઈપીએલની ૨૦૨૩ની સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાને કારણે આઈપીએલની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાયેલી મેચ દરમિયાના ઈજા પહોંચી હતી.

ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ફિલ્ડીંગ દરમિયાન વિલિયમસનને ઘુટણમાં ઈજા થઈ હતી. ઈજા બાદ અસહ્ય દુખાવાના કારણે તે તરત જ મેદાનથી બહાર જતો રહ્યો હતો. મેચની ૧૩મી ઓવરમાં ચોકો બચાવવાના પ્રયાસમાં તેના ઘુટણમાં ઈજા પહોંચી હતી. મેચમાં બેટિંગ પણ ન કરી શક્યો હતો. તેના સ્થાને સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લેવામાં આવ્યો હતો. વિલિયમસન ઈજાગ્રસ્ત થવાથી સ્મિથ તેની જગ્યાએ ગુજરાતનો હિસ્સો બની શકે છે. વિલિયમસને તેની આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી કુલ ૭૭ મેચ રમી છે. આ મેચોની ૭૫ ઇનિંગ્સમાં ૩૬.૨૨ની એવરેજ અને ૧૨૬.૦૩ના સ્ટ્રાઇક રેટથી ૨૧૦૧ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૧૮ ફિફ્ટી ફટકારી છે. જેમાં તેનો હાઈ સ્કોર ૮૯ રન રહ્યો છે

(12:14 am IST)