Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

દેશની ઈકોનોમી માટે આવી ખુશખબર

માર્ચમાં દેશનું GST કલેક્શન ૧૩ ટકા વધી ૧.૬૦ લાખ કરોડથી વધુ : ૨૦૧૭માં GST લાગુ થયા પછી બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન

નવી દિલ્હી,: માર્ચમાં દેશનું GST કલેક્શન ૧૩ ટકા વધીને રૂ. ૧.૬૦ લાખ કરોડથી વધુ થયું છે. નાણા મંત્રાલયે માહિતી આપી છે કે તે ૧,૬૦,૧૨૨ કરોડ રૂપિયા છે, જે જુલાઈ ૨૦૧૭ માં GST લાગુ થયા પછી બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે. અર્થતંત્ર માટે આ એક સારા સમાચાર છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચમાં કુલ જીએસટી કલેક્શનમાં રૂ. ૨૯,૫૪૬ કરોડનો, CGSTમાં રૂ. ૩૭,૩૧૪ કરોડનો વધારો થયો છે. IGST (જેમાં માલસામાનની આયાતમાંથી એકત્ર કરાયેલ રૂ. ૪૨,૫૦૩ કરોડનો પણ સમાવેશ થાય છે). તેમાં રૂ. ૧૦,૩૫૫ કરોડનો સેસ પણ સામેલ છે, જેમાં માલની આયાતમાંથી રૂ. ૯૬૦ કરોડ મળ્યા હતા. ગયા નાણાકીય વર્ષમાં ચોથી વખત ૧.૫ લાખ કરોડથી વધારે રહ્યાં છે. છેલ્લા નાણાકીય વર્ષમાં ચોથી વખત કોઈપણ મહિના માટે કુલ GST કલેક્શન રૂ. ૧.૫ લાખ કરોડથી વધુ રહ્યું છે. છેલ્લું નાણાકીય વર્ષ શુક્રવારે જ પૂરું થયું હતું. માર્ચમાં ભરાયેલું રિટર્ન પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. ફેબ્રુઆરી મહિના માટે GSTR-1 માં ૯૩.૨ ટકા ઇન્વૉઇસ સ્ટેટમેન્ટ અને GSTR-3Bમાં ૯૧.૪ ટકા રિટર્ન માર્ચ ૨૦૨૩ સુધી ફાઇલ કરવામાં આવ્યા હતા. જેના કારણે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો અનુક્રમે ૮૩.૧ ટકા અને ૮૪.૭ ટકા હતો. પાછલા નાણાકીય વર્ષમાં કુલ ય્જી્ કલેક્શન વાર્ષિક ધોરણે ૨૨ ટકા વધીને ૧૮.૧૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે સમગ્ર વર્ષ માટે કુલ સરેરાશ માસિક કલેક્શન રૂ. ૧.૫૧ લાખ કરોડ રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩ ના છેલ્લા ક્વાર્ટરમાં કુલ સરેરાશ GST કલેક્શન ૧.૫૫ લાખ કરોડ રૂપિયા હતું. તે પહેલા ક્વાર્ટરમાં રૂ. ૧.૫૧ લાખ કરોડ, બીજા ક્વાર્ટરમાં રૂ. ૧.૪૯ લાખ કરોડ અને ત્રીજા ક્વાર્ટરમાં રૂ. ૧.૪૯ લાખ કરોડ રૂપિયા હતું. માર્ચમાં, સરકારે IGSTમાંથી નિયમિત સેટલમેન્ટ તરીકે CGSTમાં રૂ. ૩૩,૪૦૮ કરોડ, SGSTમાં રૂ. ૨૮,૧૮૭ કરોડની પતાવટ કરી હતી. તે જ સમયે IGST સેટલમેન્ટ પછી માર્ચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ આવક CGST માટે રૂ. ૬૨,૯૫૪ કરોડ અને SGST માટે રૂ. ૬૫,૫૦૧ કરોડ હતી. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક ૮ ટકા વધી હતી, સ્થાનિક વ્યવહારોમાંથી આવક એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૪ ટકા વધી હતી.

 

(11:27 am IST)