Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય :657 ટ્રેન રદ કરી:કોલસાની અવરજવર કરવા કેટલાય રૂટ કેન્સલ

દેશના 13 રાજ્યોમાં કોલસાની અછતથી વીજસંકટ:કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો. જેનાથી કોલસાની અવરજવર વ્યવસ્થિત રીતે થઈ શકે

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે કોલસા વેગન માટે પ્રાથમિકતાવાળા રૂટ પરની 657 ટ્રેનો રદ કરવાનો અને તેમની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોમાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે. કુલ 533 કોલ રેક ફરજ પર મૂકવામાં આવ્યા છે. પાવર સેક્ટર માટે ગઈકાલે 437 રેક લોડ કરવામાં આવ્યા હતા અને આ સેક્ટર માટે 16.20 લાખ ટન કોલસો લોડ કરવામાં આવ્યો છે.

કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે દેશના 13 રાજ્યો હાલમાં વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વીજ સંકટના અહેવાલો સામે આવી રહ્યાં છે. ભારતમાં ગયા અઠવાડિયે જ 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. આ સમગ્ર માર્ચ મહિનાની ઘટ કરતાં વધુ છે.

ગુરુવારે ભારતમાં વીજળીની માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. તો આ સાથે આ સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં 8.2 GW નો ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં ભારતમાં વીજળીનું સંકટ વધુ ઘેરી બની શકે છે.

(9:40 pm IST)