Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મુંબઈ-દુર્ગાપુર ફ્લાઇટ લેન્ડિંગ પહેલા વાવાઝોડામાં ફસાઈ ગઈ :40 મુસાફરો ઇજાગ્રસ્ત: 10 લોકો ગંભીર

વિમાનના તોફાનમાં ફસાયા બાદ તેના કેબિનનો સામના પડવા લાગ્યો : મુસાફરોને ઇજા

 

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી . એક વિમાન એરપોર્ટ લેન્ડિંગ થતા પહેલા તોફાનમાં ફસાઇ ગયું.હતું 

વિમાનના તોફાનમાં ફસાયા બાદ તેના કેબિનનો સામના પડવા લાગ્યો અને તેના કારણે વિમાનમાં સવાર 40 મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા. મળતી માહિતી અનુસાર, સ્પાઇસજેટ બોઇંગ 737 વિમાનને મુંબઈથી દુર્ગાપુરના અંડાલ સ્થિત કાજી નજરૂલ ઇસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. વિમાન એરપોર્ટ પર લેન્ડ થવાનું જ હતું કે ભારે પવનમાં ફસાઇ ગયું. વિમાન હવામાં જ અટકી ગયું. આ દરમિયાન વિમાનના કેબિનમાં રાખેલો સામાન પડવા લાગ્યો

વિમાનના કેબિનમાં રાખેલો સામાન નીચે પડવાથી 40 મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા. વિમાનના લેન્ડિંગ બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં 10ની હાલત ગંભીર ગણાઇ રહી છે. અન્ય 30 ઇજાગ્રસ્તોની હાલત ખતરાથી બહાર ગણવામાં આવી રહી છે. આ ઘટનાને લઇને સ્પાઇસજેટે પણ નિવેદન આપ્યું છે

 

   
 
   
(11:58 pm IST)