Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઉત્તરાખંડ હલ્દવાનીમાં બજરંગ દળના કાર્યકરો પર હુમલો : લોકોએ આરોપીને પકડી દુકાનમાં પુરી દીધો

હનુમાન ચાલીસાના પાઠ કરીને પરત ફરી રહેલા બજરંગ દળના કાર્યકરો પર ઉત્તરાખંડના હલ્દવાનીમાં હુમલો થયો : મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ત્યાં પણ ભારે હોબાળો: મેયર જોગેન્દ્ર રૌતેલા પણ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

હનુમાન ચાલીસાના પાઠ કરીને પરત ફરી રહેલા બજરંગ દળના કાર્યકરો પર ઉત્તરાખંડના હલ્દવાનીમાં હુમલો થયો છે. આ હુમલો એક ખાસ સમુદાય દ્વારા કરવામાં આવ્યો છે, જે બાદ મારામારી પણ થઇ હતી.. જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે ત્યાં પણ ભારે હોબાળો થયો હતો અને ટોળાએ ત્યાં બે આરોપીઓને પકડી લીધા હતા. આ સમગ્ર મામલાની જાણ થતાં મેયર જોગેન્દ્ર રૌતેલા પણ રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

હકીકતમાં, શીશમહલ વિસ્તારના રહેવાસી બજરંગ દળના કાર્યકર્તા રક્ષિત, દેવ અને માનસ, કાઠગોદામના હનુમાન ગઢી મંદિરથી હનુમાન ચાલીસાનો પાઠ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન 4 થી 5 બાઇક સવાર લોકોએ શીશમહેલ ગેટ પર બજરંગ દળના કાર્યકરો પર હુમલો કર્યો હતો.

હંગામો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ 3 આરોપીઓને પકડી લીધા અને એક આરોપીને દુકાનમાં બંધ કરી દીધો. આ પછી ગુસ્સે ભરાયેલી ભીડ પોલીસ સ્ટેશનમાં એકઠી થઈ ગઈ હતી. અહીં સુરાગ મેળવવા પહોંચેલા આરોપીનો એક સાથી ટોળાના હાથમાં આવી ગયો હતો, જેને લોકોએ માર માર્યો હતો. કેટલાક લોકોએ પોલીસ પર બજરંગ દળના કાર્યકર્તાઓ પર હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ ઘટનાથી નારાજ હિંદુ સંગઠનના લોકોએ કાઠગોદામના શીશ મહેલમાં એક પંચાયતનું પણ આયોજન કર્યું હતું, જેમાં હલ્દવાનીના મેયર જોગેન્દ્ર રૌતેલા સહિત તમામ બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા. આ દરમિયાન પોલીસ ફોર્સ પણ સ્થળ પર ઉભી હતી, જેથી કોઈ વિવાદ ન થાય.

પંચાયત દરમિયાન, બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનોએ ખાસ સમુદાયના લોકો દ્વારા પથ્થરમારો અને હુમલાની ઘટના પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બાકીના ગુનેગારોને પકડવા માટે મંગળવાર સુધી પોલીસને ચેતવણી આપી હતી.

હલ્દવાનીના મેયર જોગેન્દ્ર રૌતેલાએ જણાવ્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરીને પરત ફરી રહેલા બજરંગ દળ સંગઠનના લોકો પર 50થી વધુ સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો અને માર માર્યો. જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ છે અને તમામ લોકો તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

હાલમાં ભારે દબાણ બાદ પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે અને તેમને મંગળવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેથી અન્ય આરોપીઓની ધરપકડ કરી શકાય.

   
 
   
(12:09 am IST)