Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

IPL -2022 : ચેન્નાઈનો શાનદાર વિજય : હૈદરાબાદ લક્ષ્‍‍ય 13 રન દુર રહી ગયુ

એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈના કેપ્ટન તરીકે વાપસી

IPL 2022 માં આજની ડબલ હેડરની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છે. આ સિઝનની આ 46મી મેચ છે અને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજે આ મેચ પર સૌથી વધુ નજર રહેશે, કારણ કે એમએસ ધોની ફરી એકવાર ચેન્નાઈના કેપ્ટન તરીકે વાપસી કરી રહ્યો છે. ટીમ અને ખુદના ખરાબ પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો અને પછી ધોનીને કેપ્ટન બનાવવા વિનંતી કરી હતી.

આવી સ્થિતિમાં, શું ધોનીની વાપસી CSKની કિસ્મત પાટા પર લાવશે? CSK ને અત્યાર સુધી 8 માંથી 6 હાર મળી છે અને પ્લેઓફની શક્યતા ઘણી ઓછી છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદ સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે અને ગુજરાત તરફથી હાર બાદ ફરીથી જીતવા ઈચ્છશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: એમએસ ધોની (કેપ્ટન) ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, ડેવોન કોનવે, મુકેશ ચૌધરી, મહિષ તિક્ષાના

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, શશાંક સિંઘ, માર્કો યાનસન, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, ઉમરાન મલિક

   
 
   
(12:12 am IST)