Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાલે ત્રીજની વૃદ્વિ તિથિમાં અખાત્રિજ સાથે પરશુરામ જયંતી ઉજવાશે

રોહિણી નક્ષત્ર, શોભન યોગમાં અક્ષયતૃતીયા સાથે દાન અને ખરીદીનું ભારે મહાત્‍મ્‍યવૈશાખની સુદ તૃતીયાનો દિવસ એટલે અક્ષય, કે જેનો ક્ષય ન થાય એવી... તેથી અક્ષયતૃતીયા કહેવામાં આવે

નવી દિલ્‍હી, તા.૨: હિન્‍દુ સમુદાયમાં ભારે મહાત્‍મ્‍ય ધરાવતી અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ અને પરશુરામ જયંતીની આવતીકાલે મંગળવારે રંગારંગ ઉજવણી કરવામાં આવશે. દરમિયાન ચાલુ વર્ષે વૈશાખ સુદ ત્રીજની વૃદ્ધિ તિથિ સાથે જ ઉજવણીને લઇને મતમતાંતર જોવા મળી રહ્યા છે. જેમાં જયોતિષી દ્રારા મંગળવારે અખાત્રીજ, પરશુરામ જયંતીની ઉજવણીનો મત અપાઈ રહ્યો છે. રોહિણી નક્ષત્ર અને શોભન યોગમાં અખાત્રીજની ઉજવણી કરાશે. બ્રહ્મસમાજ, વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા પરશુરામ જયંતી નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોની ભરમાર પણ જોવા મળશે.

હિન્‍દુ સમુદાયમાં ચૈત્ર સુદ પડવો, અક્ષયતૃતીયા, દશેરો અને દિવાળી પહેલા પદોષતિથિને શ્રેષ્‍ઠ માનવામાં આવે છે. આ અવસર દરમિયાન ખરીદી માટે કોઇ મુહૂર્ત જોવાતુ નથી. જેમાં ચાલુ વર્ષે મંગળવારે વૈશાખ સુદ ત્રીજ સાથે પરશુરામ જયંતી અને અખાત્રીજની ઉજવણી થશે. વર્ષ દરમિયાન સુદ પક્ષની દરેક તૃતીયા શુભ માનવામાં આવે છે. પરંતુ વૈશાખ મહિનાની સુદ પક્ષની તૃતીયાનું અનેરૂ મહત્‍વ છે આ દિવસને અક્ષય એટલે કે જેનો ક્ષય ન થાય એવી અક્ષયતૃતીયા કહેવામાં અવો છે. મહારાજ કિરીટદત્ત શુકલએ જણાવ્‍યુ હતુ કે, મંગળવારે ત્રીજની વૃદ્ધિ તિથિમાં અખાત્રીજ ઉજવાશે. મંગળવારે આખો દિવસ રોહિણી નક્ષત્ર છે અને સાંજે ૪.૧૫ વાગ્‍યા સુધી શોભન યોગ છે. અખાત્રીજની સાથે જ જપ-દાન અક્ષય લાભ, પરશુરામ જયંતી, જલ કુંભદાનનું પણ મહત્ત્વ આંકવામાં આવે છે. આ દિવસે  પિતૃઓની શાંતિ માટે મંદિરમાં પાણીનો ઘડો, અનાજ, ગોળ, અક્ષત ભરીને કુંભદાન કરવામાં આવે છે. જોકે, મંગળવાર હોય સામાન્‍ય રીતે ગૃહપ્રવેશ વાસ્‍તુ જેવા કાર્યો શકય હોય તો ટાળવામાં આવે છે. આ સાથે જ મંગવારે રાત્રિએ ૧૨ વાગ્‍યા બાદ બુધવારને લીધે કન્‍યાની વિદાય થતી હોય  મોડી સાંજ પછીના લગ્નો ટાળવામાં આવે છે.(૨૩.૧૨)

અખાત્રીજના દિવસે બનેલા શુભ પ્રસંગો-માન્‍યતા પર એક નજર

૧. ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્‍મ થયો હતો.

૨. રાજા ભગીરથે તપસ્‍યા કરતા ગંગા નદી સ્‍વર્ગથી પૃથ્‍વી પર અવતરિત થઇ હતી.

૩. આ દિવસને માતા અન્નપૂર્ણાનો જન્‍મદિવસ પણ માનવામાં આવે છે.

૪. મહર્ષિ વેદવ્‍યાસે મહાભારત લખવાનું આ જ દિવસે શરૂ કર્યુ હતુ.

૫. ભગવાન શંકરે કુબેરને માતા મહાલક્ષ્મીની પુજા-આરાધનાની સલાહ આપી હતી.

૬. યુધિષ્ઠિરને અક્ષય પાત્ર પ્રાપ્ત થયું, બ્રહ્માજીના પુત્ર અક્ષયકુમારનો જન્‍મ થયો.

૭. મહાભારત યુદ્ધ સમાપ્ત થયું. આ દિવસે બદ્રીનારાયણ મંદિરના કપાટ ખલે છે.

૮. આ જ દિવસે વસંત ત્રક્‍તુનો અત અને ગ્રીષ્‍મ ઋતુનો આરંભ થાય છે.(૨૩.૧૨)

(રાશિ પ્રમાણે દાન અને ખરીદી ફળદાયી)

૧. મેષઃ તાબુ. સોનુ ખરીદવુ. ઘઉનુ દાન કરવુ.

ર. વૃષભઃ ચાદીની વસતુ ખરીદવી, અન્‍ન-વષાનું દાન કરવું.

૩. મિથુનઃ ચાંદીની વસ્‍તુ ખરીદવી. મગ-વષાનુ દાન કરવું.

૪. કર્કઃ ચાંદીના વાસણ ખરીદવા, શિવ ઉપાસના કરવી.

૫. સિંહઃ સોનું ખરીદવું. સાધુ-સંતોને ભોજન કરાવવું.

૬. કન્‍યાઃ સ્‍ટીલના વાસણ ખરીદવા. હનુમાનજીની આરાધના કરવી

૭, તુલાઃ ચાંદી કે કાંસ ખરીદવું, સફેદ કે લીલા વષા દાન કરવા,

૮. વૃશ્‍ચિકઃ તાંબુ, સોનું ખરીદવું, હનુમાનજીની આરાધના કરવી.

૯. ધનઃ સોનું ખરીદવું, ચણાની દાળનું દાન કરવું.

૧૦. મકરઃ સોનુ-ચાંદી ખરીદવું. લોખંડનું દાન કરવું.

૧૧. કુંભઃ સોનુ-ચાંદીની ખરીદી બ્રાહ્મણને ભોજન કરાવવું.

૧૨. મીનઃ સુંદરકાંડ પાઠ કરવા, મંદિરમાં લાલ ફૂલ ચઢાવવા.

(1:39 pm IST)