Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પુતિન કરાવશે કેન્સરની સર્જરી : KGBના પૂર્વ વડા નિકોલાઈ પેટરુશેવને હંગામી સત્તા સોંપશે

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના યુદ્ધ પર દેખરેખ રાખવાનુ છોડવા માટે મજબૂર બન્યા

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને કેન્સર સર્જરી કરાવવા માટે દિવસો સુધી યુક્રેન સાથેના યુદ્ધ પર દેખરેખ રાખવાની ફરજ છોડવી પડી છે. પુતિન આવી સ્થિતિમાં યુદ્ધ પર દેખરેખ રાખવા માટે કટ્ટરપંથી ગણાતા ભૂતપૂર્વ FSBના વડા નિકોલાઈ પેટરુશેવને હંગામી જવાબદારી સોપશે. જેઓ એક પ્રકારે તલવારની ધાર ઉપર ચાલવા જેવુ કામ ગણાય છે. રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના 70 વર્ષીય વર્તમાન સેક્રેટરી, પેટરુશેવને હજુ પણ યુદ્ધ વ્યૂહરચનાનાં મુખ્ય રચનાકાર તરીકે જોવામાં આવે છે. ડેઇલી મેઇલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પતુરુશેવ એ વ્યક્તિ હતા જેણે પુતિનને ખાતરી આપી હતી કે કિવ નિયો-નાઝીઓથી ભરેલો વિસ્તાર છે. લોકપ્રિય ટેલિગ્રામ ચેનલ જનરલ SVR અહેવાલ આપે છે કે તેનો સ્ત્રોત ક્રેમલિનમાં એક સારી જગ્યા ધરાવતી વ્યક્તિ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, “ખબર નથી કે શસ્ત્રક્રિયા પછી પુતિન કેટલા સમય માટે કામગીરી કરવા માટે અક્ષમ થઈ શકે છે… અમને લાગે છે કે તેઓ ટૂંકા ગાળા માટે હશે,” પુતિન સત્તાના હસ્તાંતરણ માટે સંમત થવાની શક્યતા ન હતી, પરંતુ પુતિન રશિયા અને યુક્રેન યુદ્ધ ઉપર દેખરેખ રાખવા અને જરૂરી માર્ગદર્શન કરવા માટે બીજાને સત્તા સોંપવા સંમત થયા છે. પુતિનનું તરત જ ઑપરેશન થવાનું છે અને તેઓ સમજે છે કે બે-ત્રણ દિવસ માટે દેશ પર કદાચ પાતુરુશેવનું વાસ્તવિક નિયંત્રણ હશે. ડેઇલી મેઇલના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું પગલું આશ્ચર્યજનક હશે કારણ કે રશિયન બંધારણ હેઠળ સત્તા સંપૂર્ણપણે વડા પ્રધાન પાસે હોવી જોઈએ.

જનરલ એસવીઆરએ જણાવ્યું કે પુતિનને પેટનું કેન્સર છે. તેમને 18 મહિના પહેલા પાર્કિન્સન પણ થયો હતો. ડેઇલી મેઇલના અહેવાલમાં જણાવાયુ છે કે, પુતિને કેન્સર સર્જરીમાં વિલંબ કર્યો હોવાના અહેવાલ છે, જે હવે 9 મેના રોજ રેડ સ્ક્વેરમાં રશિયાના બીજા વિશ્વ યુદ્ધના વિજયના વિજય દિવસની ઉજવણીમાં સામેલ થશે નહીં. એસવીઆરએ દાવો કર્યો હતો કે પુતિન સમગ્ર યુક્રેનમાં ચારેબાજુ યુદ્ધ શરૂ કરશે તેવી અટકળો વચ્ચે આ સમાચાર આવ્યા છે. લશ્કરી વયના પુરુષોને સામૂહિક એકત્રીકરણનો આદેશ આપશે, જે રાજકીય રીતે જોખમી હોઈ શકે છે. એસવીઆરએ દાવો કર્યો હતો કે સર્જરી એપ્રિલના બીજા સપ્તાહમાં થવાની હતી, પરંતુ તેમાં વિલંબ થયો હતો

(2:04 pm IST)