Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બીઓબી દ્વારા બોબ વર્લ્‍ડ ગોલ્‍ડનો પ્રારંભઃ

 ભારતની અગ્રગણ્‍ય બેંક, બેંક ઓફ બરોડા દ્વારા તેના સીનીયર સીટીઝન ગ્રાહકો માટે બેન્‍કની બોબ વર્લ્‍ડ એપમાં બોબ વર્લ્‍ડ ગોલ્‍ડ ડિજીટલ સેવા શરૂ કરવામાં આવી છે. ખાસ સીનીયર સીટીઝનની બેન્‍કિંગને લગતી જરૂરીયાતને ધ્‍યાને રાખીને તૈયાર કરાયેલી આ ડીજીટલ સેવા બોબવર્લ્‍ડ ગોલ્‍ડ, બોબ વર્લ્‍ડ એપ મારફત વાપરી શકાશે. સરળ સંચાલન, મોટા ફોન્‍ટ, સંલગ્ન માહિતી તેમજ સરળ સમજાય તેવા મેનુ રાખવામાં આવ્‍યા છે. બેન્‍કના એકઝીકયુટીવ ડાઇરેકટરો જયદીપ દત્તા રોય, વિક્રમાદિત્‍યસિંગ ખીંચી, અજય ખુરાના ચેમજ ચીફ ડીજીટલ ઓફિસર અખિલ હાન્‍ડાની ઉપસ્‍થિતિમાં બેન્‍કના સીઆઇઓ તેમજટ મેનેજીંગ ડાયરેકટર સંજીવ ચઢ્ઢાએ બોબ વર્લ્‍ડ ગોલ્‍ડની આ સેવા ખુલ્લી મુકી હતી. બેન્‍કના સીનીયર સીટીઝન ગ્રાહકોને એ સેવાનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

(5:08 pm IST)