Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે કોલકતાનો 7 વિકેટે શાનદાર વિજય : સેમસનની ફિફટી એળે ગઈ

રિંકુ સિંહે વિજયી છગ્ગો ફટકારીને કોલકાતાને શાનદાર રીતે જીતને મહોર મારી :અંતિમ ઓવરમાં માત્ર 1 રનની જીત માટે જરુર હતો

મુંબઈ :IPL 2022 ની 47મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સે રન ચેઝ કરવાની યોજના રાખી હતી. આમ રાજસ્થાને કોલકાતાને 153 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જવાબમાં રન ચેઝ કરવા માટે કોલકાતાએ પ્રયાસ મક્કમતા પૂર્વક ધીમી રમત સાથે આગળ વધવાની યોજના પર કામ કર્યુ હતુ. જોકે ઓપનીંગ જોડીએ કોલકાતાને નિરાશ કર્યા હતા. બંને ઓપનરો એરોન ફિંચ અને બાબા ઈન્દ્રજીત સસ્તામાં જ પેવેલિયન પરત ફર્યા હતા. કોલકાતાએ 19.1 ઓવરમાં જ લક્ષ્યને 3 વિકેટ ગુમાવીને પાર કરી લીધુ હતુ.

કોલકાતાની ઓપનીંગ જોડી એરોન ફીંચ અને બાબા ઈન્દ્રજીત બંને ટીમને સારી શરુઆત અપાવવમાં નિષ્ફળ રહ્યા હતા. બાબાએ 16 બોલમાં 15 રન કર્યા હતા, જ્યારે એરોન ફિંચે 4 જ રન નોંધાવ્યા હતા. જોકે બાદમં કેપ્ટન શ્રેયસ અય્યર અને નિતીશ રાણાએ મળીને ટીમની સ્થિતીને સંભાળીને સ્કોર બોર્ડને મક્કમતા પૂર્વક આગળ વધાર્યુ હતુ. પરંતુ કેપ્ટન શ્રેયસ ટ્રેન્ટ બોલ્ટનો શિકાર ટીમના 92 રનના સ્કોર પર થયો હતો. તેણે 32 બોલમાં 34 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

 

(11:27 pm IST)