Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ભાજપે સમય સાથે બદલાઈ સૌથી મોટી પાર્ટી હોવા છતા સહાયકની ભૂમિકા ભજવી : મહારાષ્ટ્રમાં ભાજપે અપનાવેલ વલણની ચારેકોર પ્રશંસા થઈ

ભાજપે રણનીતિમાં મોટો બદલાવ કર્યો : પ્રાદેશિક પષોને મોટા ભાઈ બનાવી રાષ્ટ્રીય રાજનીતિમાં ૨૦૨૪માં વધારે લોકબળ લઈ મેદાને ઉતરવાનો ભાજપનો માસ્‍ટર પ્‍લાન !

દિલ્‍લી તા.૦૧ : કહેવાય છે કે, જે સમયને પારખી લે છે તે ક્‍યારેય નિષ્‍ફળ જતો નથી. અને આ વાતને ભાજપ બરાબર રીતે સમજે છે. ઘણા રાજકિય વિશેષગ્‍નોનુ કહેવુ છે કે, ભાજપ બાદલતા સમયની સાથે પ્રાદેશીક પષોનુ મહત્‍વ સમજવા લાગી છે. એટલુ જ નહિં પરંતુ તેના સહાયકની ભૂમિકા ભજવવા પણ તૈયાર છે. અને સાથો સાથ ભાજપે પોતાની રણનીતિમાં પણ ઘણો ફેરફાર કર્યો છે. ભાજપ પ્રાદેશીક પષોને પોતાાનો સાથી બાનાવી ૨૦૨૪ની ચૂટણીમાં વધુ શક્‍તિશાળી બનીને મેદાને ઉતરવા માંગે છે.

મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં તેણે સહાયકની ભૂમિકા સ્વીકારી છે. એકનાથ શિંદેને મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતમાં અનેક એવા રાજ્યો છે જ્યાં પ્રાદેશિક પક્ષોનો દબદબો છે. પ્રાદેશિક નેતાઓ માટે જનતામાં એટલી જબરદસ્ત લાગણી છે કે નજીકના ભવિષ્યમાં તેને માત આપી શકાય તેમ નથી.

આથી ભાજપે રણનીતિમાં મોટો બદલાવ કર્યો છે. પ્રાદેશિક પક્ષોને મોટો ભાઈ બનાવીને ભાજપ રાષ્ટ્રીય રાજનીતિમાં 2024માં વધારે શક્તિશાળી બનીને ઉભરવા માગે છે. વળી પ્રાદેશિક પક્ષોને મહત્ત્વ આપવામાં ભાજપને કોઈ નુકસાન પણ નથી. કારણ કે પ્રાદેશિક પક્ષોની પહોંચ તેના પ્રદેશ પૂરતી સીમિત છે. તેઓ રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપને ચેલેન્જ કરે એવી કોઈ શક્યતા નથી. પ્રાદેશિક પક્ષોને મહત્ત્વ આપ્યા પછી પણ રાષ્ટ્રીય રાજનીતિમાં તો ભાજપ જ નંબર વન રહેવાનો છે.

મહારાષ્ટ્રમાં ભાજપે જે વલણ અપનાવ્યું છે તેની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. આગામી દિવસોમાં તેની આ રણનીતિનો અન્ય રાજ્યોમાં પણ વિસ્તાર જોવા મળશે. અત્રે એ નોંધવું જોઈએ કે બિહારમાં પણ ભાજપ પાસે વધુ બેઠક હોવા છતાં જેડીયુના વડા નીતીશકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

(9:53 am IST)