Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનુ શૂટીંગ બંધ થયુ! : ધોધમાર વરસાદને કારણે સિ રિ યલનાં સેટ પર પાણી ભરાતા શૂટીંગ બંધ કરવાની ફરજ પડી

આવતીકાલે પણ શૂટીંગબંધ રહે તેવી શકયતા : મેકર્સે હજૂ સુધી શૂટીંગબંધ રહેવાને લઈને કોઈ સ્પષ્ટ નિ વેદન ન આપ્યુ

મુંબઈ તા.૦૧ : છેલ્લા ૧૪ વર્ષથી લોકોનુ માનોરંજન કરી રહેલ લોકપ્રીય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનુ શૂટીંગછેલ્લા ૨ દિ વસથી બંધ હોવાનાં અહેવાલો સામે આવી રહયા છે. તેમજ આનુ કારણ મુંબઈમાં પડી રહેલ ધોધમાર વરસાદને બતાવવામાં આવી રહયો છે. વરસાદનાં કારણે છેલ્લા ૨ દિ વસથી શોનુ શૂટીંગથઈ શકયુ નથી અને મીડિ યા રીપોર્ટ અનુસાર હજૂ કાલે પણ શૂટીંગબંધ રહે તેવી શકયતા છે. જોકે હજૂ આ અંગે મેકર્સ દ્વારા કોઈ પણ પ્રકારનુ સ્પષ્ટ નિ વેદન આપવામાં આવ્યુ નથી.

(11:26 pm IST)