Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મમતા બેનજીનુ ભાજપને સમર્થન ! :રાષ્ટ્રપતિ ની ચૂટણીને લઈ મમતા બેનર્જીએ પોઝિ ટીવ રીએકશન આપતા કહયુ - ''ભાજપે અમને કહયુ હોત તો અમે પણ દ્રોપદી મુર્મૂને સમર્થન આપત''

એન.ડી.એ.ની સ્થીતી મહારાષ્ટ્રમાં વધુ મજબૂત થઈ ગઈ હોવાથી રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂની જીત થવાની સંભાવના વધી :ટી.એમ.સી. સુપ્રીમોનુ નિ વેદન

 

પશ્ચિમ બંગાળ તા.૦૧ :રાષ્ટ્રપતિ ની ચૂટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ ની ચૂટણીને લઈ ટી.એમ.સી.નાં સુપ્રીમો મમતા બેનર્જી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ''રાષ્ટ્રપતિ ની ચૂટણીમાં દ્રોપદી મુર્મૂની જીતની સંભાવનાં વધી છે. કારણ કે મહારાષ્ટ્રમાં સત્તા પરિ વર્તન થતા એન.ડી.એ.ની સ્થિ તી વધુ મજબૂત થઈ છે. જો ભાજપ સરકાર દ્વારા અમને કહેવામાં આવત તો અમે પણ દ્રોપદી મુર્મૂનુ સમર્થન કરત. એક સામાન્ય સહમતિ વાળા ઉમેદવાર હંમેશા દેશ માટે સારા સાબિત થાય છે.''

મમતા બેનર્જી દ્વારા વધુમાં જણાવવામાં આવ્‍ય઼ુ હતુ કે,  કહ્યું કે, જો ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા વિપક્ષ સાથે ચર્ચા કરી હોત તો વિપક્ષી પાર્ટી પણ તેમને સમર્થન આપવા પર વિચાર કરી શક્યા હોત. તેમણે ઉમેરતા કહ્યું કે, એક સામાન્ય સહમતિવાળા ઉમેદવાર હંમેશા દેશ માટે સારા સાબિત થાય છે.

બંગાળના મુખ્યમંત્રીએ એક રથયાત્રા કાર્યાક્રમમાં કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂપાસે મહારાષ્ટ્રના ઘટનાક્રમના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાની વધારે સંભાવનાઓ છે. જો ભાજપે મુર્મૂના નામની જાહેરાત કરતા પહેલા અમારી પાસે સલાહ માગી હોત, તો અમે પણ વ્યાપક હિતોને ધ્યાનમાં રાખીને તેના પર વિચાર કરી શકતા હતા.

ટીએમસીના પ્રમુખે કહ્યું કે, તેઓ વિપક્ષી પાર્ટીઓના નિર્ણય મુજબ જ ચાલશે, પણ તેમણે કહ્યું કે, આદિવાસી સમાજ પ્રત્યે તેમના મનમાં ખૂબ જ સન્માન છે, જો ભાજપ પહેલા આ વાત જણાવતી કે એક આદિવાસી મહિલા ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે,, તો તમામ વિપક્ષી પાર્ટી એકમત થઈને તેમના પર વિચાર કરી શકતા હતા. ભાજપ અમારી પાસે સલાહ સૂચન પણ માગી શકતી હતી, પણ તેમણે એવું કર્યું નહીં.

(12:16 am IST)