Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

‘લેકે પહેલા-પહેલા પ્‍યાર' ફેમ શીલા વાજનું નિધનઃ ૬૦ના દાયકામાં પોતાના ડાન્‍સથી મચાવ્‍યો હતો તહેલકો

અભિનેત્રી શીલા વાઝનું મુંબઇની એક ખાનગી હોસ્‍પિટલમાં નિધન : તે ૯૦ વર્ષની હતીઃ જણાવી જન્‍મ કોંકણી પરિવારમાં ૧૮ ઓકટોબર ૧૯૩૪ના રોજ મુંબઇમાં થયો હતો

મુંબઇ,તા. ૨ : હિંદી સિનેમાની જાણિતી મુખ્‍ય ડાન્‍સર્સમાંથી એક રહેલી શીલા વાજનું નિધન થઇ ગયું છે. તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે બોલીવુડ્‍ની ઓછામાં ઓછી ૪૦ ફિલ્‍મોમાં કામ કર્યું હતું. મોટાભાગની ફિલ્‍મોમાં તે એક ડાન્‍સરના રૂપમાં જ જોવા મળી હતી. તેમણે હિંદી સિનેમાને ઘણા સારા ગીત આપ્‍યા છે, જેને સાંભળીને આજે પણ લોકો ઝૂમવા માટે મજબૂર થઇ જાય છે. તો બીજી તરફ તેમણે ફિલ્‍મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી.
અભિનેત્રી શીલા વાઝનું મુંબઇની એક ખાનગી હોસ્‍પિટલમાં નિધન થયું છે. તે ૯૦ વર્ષની હતી. તમને જણાવી દઇએ કે તેમનો જન્‍મ કોંકણી પરિવારમાં ૧૮ ઓક્‍ટોબર ૧૯૩૪ ના રોજ મુંબઇમાં થયો હતો. તેમને બાળપણથી જ સારા ડાન્‍સર બનવાનો શોખ હતો.
સાથે જ તેમણે ફિલ્‍મી દુનિયામાં એન્‍ટ્રી કરવાની પણ આતુરતા હતી, પરંતુ તેમનો પરિવાર આ નિર્ણય વિરૂદ્ધ હતો, પરંતુ તેમની કિસ્‍મતને કંઇક બીજું જ મંજૂર હતું. તેમણે બોલીવુડમાં એન્‍ટ્રી પણ કરી, અને જાણિતી ડાન્‍સર પણ બની.
શેલા વાજા ૧૯૫૦ અને ૧૯૬૦ ના દાયકા ઘણા સદાબહાર ગીતોમાં સારી ડાન્‍સરના રૂપમાં જોવા મળી. તેમના ફેમ્‍સ ગીતોમાં ‘લેકે પહેલા પહેલા પ્‍યાર' (સીઆઇડી), ‘રમૈય્‍યા વતાવૈય્‍યા' (શ્રી૪૨૦) અને ‘ઘર આઝા ઘેર આયા બદ્ર સાંવરિયા' (છોટે નવાબ) સહિત ઘણા ગીતો સામેલ છે.

 

(12:57 pm IST)