Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ફાસ્‍ટ ટેગમાં કેટલું બેલેન્‍સ છે ? નથી ખબર ! કઇ રીતે ચેક કરશો

નવી દિલ્‍હી,તા. ૨ : ફાસ્‍ટ ટેગ પહેલા લોકોએ રોકડા રૂપિયા આપી ટોલ ભરવો પડતો હતો પરંતુ હવે તેમાં ઘણી સુવિધા થઇ ગઈ છે. ફાસ્‍ટ ટેગ નો ઉપયોગ કરતા લોકોને ઘણીવાર ટોલ પાસે પહોંચ્‍યા બાદ એ નથી ખબર હોતી કે તેના ખાતામાં કેટલું બેલેન્‍સ છે. જેથી ઘણી વાર ટોલ પર રૂપિયા કપાતા નથી અને પછી ડબલ ચાર્જ ચૂકવો પડતો હોય છે. જેથી આવી નુકસાની ભોગવી ન પડે એટલા માટે અમે અહીં ચાર ઉપાય બતાવીશુ જેથી સરળતાથી બેલેન્‍સ જાણી શકશો.
FasTag App થી જાણો રકમઃ આ એકદમ સરળ ઉપાય છે જેમાં ખ્‍ષ્ટષ્ટ સ્‍ટોરમાંથી my FasTag એપ ડાઉનલોડ કરવી પડશે. તેમાં જરૂરી માહિતી દાખલ કાર્ય બાદ જયારે એપ ખોલશો ત્‍યારે સરળતાથી બેલેન્‍સ ચેક કરી શકશો.
બેંક ની વેબસાઈટ પરથીઃ જે બેંક એકાઉન્‍ટ સાથે તમારું FastTag એકાઉન્‍ટ લિંક છે તેની વેબસાઈટ પર જઈ FastTag પોર્ટલ પર જરૂરી માહિતી દાખલ કરો. લોગીન કાર્ય પછી બોટમ માં વ્‍યૂ બેલેન્‍સ માં જઈ તમારા ખાતા ની રકમ જોઈ શકશો.
SMS થી મળતી જાણકારીઃ એકદમ સરળ રીત છે. જયારે તમે ટોલ ભરો છો ત્‍યારે બેંક સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર એક મેસેજ આવતો હોઈ છે. તેમાં તમારા ખાતા માં બચેલી જમા રાશિ નો ઉલ્લેખ કરેલો હોઈ છે. પહેલાનો મેસેજ જોઈ લેશો એટલે ખ્‍યાલ આવી જશે.
Toll ફ્રી નંબર પર કોલ કરી નેઃ ઉપર જણાવેલી કોઈ પણ સુવિધા તમને કામ નથી આવી રહી તો તમે NHAI દ્વારા આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર કોલ કરી બેલેન્‍સ જાણી શકો છો. આ માટે તમારે NHAI ના પ્રીપેડ વોલેટ પર નોંધણી કરાવી પડશે. ત્‍યાર બાદ ૮૮૮૪૩ ૩૩૩૩૧ પર કોલ કરી તમારા ખાતા નું બેલેન્‍સ જાણી શકો છો.

 

(10:17 am IST)