Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

હૈદરાબાદમાં ભાજપની રાષ્‍ટ્રીય કાર્યકારિણીની બેઠક

લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર થશે : પીએમ મોદી સહિતના દિગ્‍ગજો લેશે ભાગ

હૈદ્રાબાદ તા. ૨ : ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આ વખતે હૈદરાબાદમાં થઈ રહી છે. હૈદરાબાદના નોવાટેલ કોન્‍વેંશન સેન્‍ટરમાં થવા જઈ રહેલી આ બેઠકમાં આજથી શરૂ થઈ રહી છે. અને કાલ એટલે કે ૩ જૂલાઈ સુધી ચાલુ રહેશે. ભાજપના પ્રવક્‍તા એનવી સુભાષે જણાવ્‍યું છે કે, આ બેઠકની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડા કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીના અધિવેશન બાદ એક વિશાળ રેલી પણ થશે. જેમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. આ રેલી ૩ જૂલાઈ સાંજે ૬.૩૦ કલાકે પરેડ ગ્રાઉન્‍ડમાં થશે.
તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શનિવારે બેગમપેટ પહોંચશે. જયાં તેમના સાર્વજનિક સ્‍વાગતની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ પ્રવક્‍તાએ કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હૈદરાબાદમાં ૧૮ વર્ષ બાદ થઈ રહી છે.આ એક મોટો કાર્યક્રમ છે. જેના માટે તમામને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તમામ લોકો ઈમાનદારીથી આ કામમાં લાગેલા છે. જેથી કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે.
કહેવાય છે કે, કાર્યકારિણીની બેઠક દરમિયાન તેલંગણામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી ઉપરાંત ૨૦૨૪માં પ્રસ્‍તાવિત લોકસભા ચૂંટણીને ધ્‍યાને રાખી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વર્ષ ૨૦૧૪માં કેન્‍દ્રની સત્તામાં આવ્‍યા બાદ ભાજપની આ ત્રીજી બેઠક હશે, જે કોઈ દક્ષિણ ભારતીય રાજયમાં આયોજીત થઈ રહી છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની નિર્ણય લેનારો ભાજપનો મુખ્‍ય એકમ છે.

આવો છે સમગ્ર કાર્યક્રમ
સવારે ૧૦.૩૦ કલાકથી ૩ વાગ્‍યા સુધી રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક
બપોરે ૨.૫૫ કલાકે પીએમ મોદી પહોંચશે હૈદરાબાદ
બપોરે ૩.૩૦ કલાકથી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક
પ્રધાનમંત્રી અને નડ્ડા બેઠકનો શુભારંભ કરાવશે
ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ ઉપરાંત તમામ રાજયોના મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી મંચ પર હાજર રહેશે

 

(10:57 am IST)