Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જમ્‍મુ કાશ્‍મીર રૂરલ ડીપાર્ટમેન્‍ટ દ્વારા કચરામુકત અમરનાથ યાત્રા અભિયાન

અમરનાથ યાત્રા દરમ્‍યાન નિકળનાર બધો કચરો થશે રિસાયકલઃ પહાડો અને ગ્‍લેશીયરને બચાવવાની મોટી યોજના

જમ્‍મુ : અમરનાથ યાત્રાને ગીરો વેસ્‍ટ બનાવવાનું અભિયાન પોતાની અસર બતાવવા લાગ્‍યુ છે. જમ્‍મુ કાશ્‍મીરના ગ્રામ્‍ય વિકાસ  વિભાગે કચરા મુકત તીર્થયાત્રા અભિયાન શરૂ કર્યુ છે. સ્‍વચ્‍છ ભારત મિશનની તર્જપર કચરામુકત તીથયાત્રાનું  કામ ચાલી રહ્યુ છે. યાત્રાળુઓને પ્‍લાસ્‍ટીક અને પોલીથીન લઇ જતા રોકવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યાત્રા માર્ગમાં કચરો ઉઠાવવા અને તેના નિકાલની પુરી મશીનરી કામે લગાડી દેવાઇ છે. પહેલા બે દિવસમાં જ આ અભિયાનની અસર દેખાઇ રહી છે. લોકોમાં જાગૃતિ વધી રહી છે. આ કામમાં સહયોગી સ્‍ટાર્ટઅપ ‘‘સ્‍વાહા''ના સ્‍વયંસેવકો લાગેલા છે. આ યોજનાનું લક્ષ્ય પહાડો અને નદીઓને પ્રદુષણથી મુકત રાખવાનું છે. અમરનાથ યાત્રામાં દર વર્ષે ૫૦૦ ટન કચરો નીકળતો હોય છે. આ વર્ષે ૮૦૦ ટન કચરો નીકળવાનો અંદાજ છે.
આ અનોખી યોજના અંગે ગ્રામ્‍ય વિકાસ સચિવ અને આઇ.એ.એસ. અધિકારી સુશ્રી મનદિપ કૌરનું કહેવુ છે કે આ વર્ષે કેન્‍દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્‍વચ્‍છ ભારત અભિયાન અને યુએનપીની ‘‘ઓન્‍લી વન અર્થ''ને ગાઇડ લાઇન્‍સ માનીને એ નકકી કરાયું છે કે અમરનાથના નિવાસ અને પવિત્ર ગુફા દર્શનના આ આયોજનને સંપૂર્ણ સસ્‍ટેનેબલ અને કચરામુકત રાખવામા આવે. તેનો ઉદ્‌ેશ પ્રકૃતિ, પહાડો અને ગ્‍લેશીયર્સના રક્ષણની સાથે સાથે આ યાત્રાને એક ઉદાહરણ રૂપ બનાવવાનો છે. યાત્રાળુઓને જાગરૂક બનાવવા માટે કેટલાક સ્‍લોંગનો પણ બનાવાયા છે. દા.ત. ‘‘ યે હે પ્રભુકા ઘર, ગંદા નહી કરેંગે હમ'', ઓમ જય શિવ ઓંકારા, મીરાયેંગે કચરા સારા.
રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ સેનીટેશનના  ડાયરેકટર ચરણજીતસિંહે જણાવ્‍યુ કે આ યાત્રને સિંગલ યુઝ પોલીથીન અને ડીસ્‍પોઝેબલ પ્‍લાસ્‍ટીકથી સંપૂર્ણ પણે મુકત રાખવા અમે કટીબધ્‍ધ છીએ. યાત્રા માર્ગમાં ચાલતા લંગરોના મેનેજમેન્‍ટને જાગરૂક કરવામાં આવશે.  તેમના સહયોગથી અમરનાથ ધામને સંપૂર્ણપણે કચરામુકત બનાવવા પર ભાર મુકાઇ રહ્યા છે. આ યોજનાના સહયોગી સ્‍વાહા સંસ્‍થાના સહ સંસ્‍થાપક સમીર શર્માનું કહેવુ છે કે કોઇપણ પ્રકારનો કચરો લેન્‍ડફીલમાં નહી જવા દેવાય. કચરાને રીસાયકલ કરવામાં આવશે. કચરામાંથી બનેલ ખાતર ખેડુતો અને જે તે વિસ્‍તારની પંચાયતોના કામમાં આવશે. આના માટે સ્‍પોર પર જ સેગ્રીમેશન અને પ્રોસેસીંગ યુનીટો લગાવાયા છે.
કચરાના નિકાલ ઉપરાંત સૌર ઉર્જાના ઉપયોગ પર પણ કામ ચાલી રહ્યુ છે. યાત્ર માર્ગ પર સોલર કોન્‍સન્‍ટ્રેટરો લગાવાયા છે ગ્રામ્‍ય વિકાસ વિભાગ તેના દ્વારા યાત્રાને દરેક દ્રષ્‍ટિકોણથી પ્રદુષણ મુકત બનાવવામાં લાગ્‍યો છે. આ સોલર કોન્‍સન્‍ટ્રેટર દુધ, પાણી ગરમ કરવા, ભાત, મેગી અને બટેટાને બાફવાના કામમા આવશે. આના બે મોડલ કોમ્‍યુનીટી અને ડોમેસ્‍ટીક બેઝ કેપમાં લગાવાયા છે.

 

(4:40 pm IST)