Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

કાશ્‍મીરમાં સુરક્ષાબળો માટે સાચો ખતરો બંદુકધારી આતંકવાદી નથી

હાઇબ્રીડ આતંકવાદી, ઓવરગ્રાઉન્‍ડ વર્કર અને પથ્‍થરબાજો છે અસલી ખતરો

જમ્‍મુઃ કાશ્‍મીરમાં એ ચોંકાવનારૂ તથ્‍ય છે કે કાશ્‍મીરમાં આતંકવાદ સામે લડવા માટે તહેનાત સુરક્ષાદળો માટે અસલી ખતરો બંદુકધારી આતંકવાદી નહીં પણ તેમના ઓવરગ્રાઉન્‍ડ વર્કરો અને પથ્‍થરબાજો ઉપરાંત હાઇબ્રીડ આતંકવાદીઓ છે જેમની સંખ્‍યા હજારોમાં છે. એટલે હવે સુરક્ષાદળો આતંકવાદીઓ સામેની કાર્યવાહી તરફ બહુ ધ્‍યાન ના આપતા, હાઇબ્રીડ આતંકવાદીઓ, પથ્‍થરબાજો અને ઓવરગ્રાઉન્‍ડ વર્કરો વિરૂધ્‍ધ અભિયાન છોડયુ છે.
લગભગ ત્રણ વર્ષથી કાશ્‍મીરમાં ફરીથી ચલાવાઇ રહેલા કાસો એટલેકે તલાશી અભિયાનોમાં સુરક્ષાદળોનું જોર આંતકવાદીઓ ની ધરપકડ પર નહી પણ ઓવરગ્રાઉન્‍ડ વર્કરો અને પથ્‍થરબાજોની શોધ પર છે કેમકે તેઓ જ હાઇબ્રીડ આતંકવાદીઓની ભુમિકા પણ ભજવી રહયા છે. અધિકારીઓએ એ પણ સ્‍વીકાર્યુ છે. કે જો કોઇ ઓવર ગ્રાઉન્‍ડ વર્કર મળી જાય તો સમજો કે બે-ચાર આતંકવાદીઓનો ખાત્‍મો પાકો છે કેમકે આ ઓવરગ્રાઉન્‍ડ વર્કરોને તે વિસ્‍તારમાં સક્રીય આતંકવાદીઓની જાણ હોય છે. ઓવરગ્રાઉન્‍ડ વર્કરોની ધરપકડ સાથે જ હાઇબ્રીડ આતંકવાદીઓ પણ ઝડપાઇ જાય છે.
 અધિકારીઓ અનુસાર, જમ્‍મુ કાશ્‍મીરમાં સતત વધી રહેલા દબાણના કારણે સક્રિય આતંકવાદીઓની સંખ્‍યા તો ઘટી રહી છે. પણ સતત વધી રહેલી ઓવરગ્રાઉન્‍ડ વર્કરોની સંખ્‍યા સુરક્ષાદળો માટે સૌથી મોટો પડકાર છે. સરકારી આંકડાઓ અનુસાર આખા રાજયમાં લગભગ ૩૪૬ આંતકીઓ સક્રિય છે પણ તેમના ઓવરગ્રાઉન્‍ડ વર્કરોની સંખ્‍યા ૩૨૮૬ છે. ચૌકાવનારી વાતતો એ છેકે  જે જીલ્‍લાઓમાં એક પણ આતંકવાદી નથી ત્‍યાં પણ ઓજી ડબલ્‍યુ સક્રિય છે.
અધિકારીઓને જણાવ્‍યુ કે ઓવરગ્રાઉન્‍ડ વર્કર (ઓજીડબલ્‍યું) આતંકવાદીઓ કરતા વધુ ખતરનાક છે. આ લોકો સામાન્‍ય લોકોની જેમ રહે છે. પણ આતંકવાદીઓ માટે કામ કરે છે. તેઓ આતંકવાદીઓને સુરક્ષાદળોની માહિતી પહોંચાડે છે એટલુ જ નહીં તેમના માટે હથિયાર, પૈસા અને સુરક્ષિત જગ્‍યાની વ્‍યવસ્‍થા પણ કરે છે. આતંકવાદીઓને માટે મહત્‍વપૂર્ણ જગ્‍યાઓની રેકી કરે છે. ઘણીવાર તો આતંકી હુમલાનો સમય અને સ્‍થળ નક્કી કરવાથી માંડીને આખુ ષડયંત્ર પણ તેઓ રચે છે. તો ઘણીવાર તેઓ ખુદ હાઇબ્રીડ આતંકીની ભુમિકામાં હુમલો પણ કરે છે.
આવી જ રીતે પથ્‍થરબાજો પણ ખતરનાક છે. ખરેખર તો આતંકવાદી બનવાનો પહેલો પડાવ પથ્‍થરબાજીને માનવામાં આવે છે. એવું મળ્‍યું છે કે પથ્‍થરબાજો પહેલા પથ્‍થર બાજી કરીને પછી ઓવરગ્રાઉન્‍ડ વર્કર બન્‍યા પછી હાથમાં બંદૂક પકડી લે છે. એટલે કાશ્‍મીરમાં સુરક્ષાદળો માટે આંતકવાદીથી વધારે જોખમ પથ્‍થર બાજો અને ઓજીડબલ્‍યુનું છે.

 

(4:41 pm IST)