Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો : શિંદે શિવસેના સીએમ નથી : જયાં ઠાકરે તે જ શિવસેના : સંજય રાઉત

મુંબઇ,તા. ૨ : શિવસેનામાં ભારે ધમાસાણ બાદ પાર્ટીના પ્રવકતા સંજય રાઉતે નિવેદન આપતા જણાવેલ કે, શિવસેનાને ખતમ કરવાની કોશીશ ચાલી રહી છે, પણ મુંબઇમાં શિવસેનાનો જ ઝંડો દેખાશે, મને પણ હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. જો હું હારી ગયો હોત તો પણ હું શિવસેના ન જ છોડત જ્‍યાં ઠાકરે તે જ શિવસેના કોંગ્રેસ પણ અનેક વાર તુટી પક્ષ છોડી જવાવાળાઓએ જણાવેલ કે અમે ગાંધીના વિચારોના છીએ. પણ સાચી કોંગ્રેસ તો ઇન્‍દીરા ગાંધી વાળી જ હતી. બધા શિવસૈનીકો શિવસેના સાથે છે, ઉધ્‍ધવ ઠાકરે સાથે છે. રાઉતે વધુમાં જણાવેલ કે, શિંદે શિવસેનાના મુખ્‍યમંત્રી નથી. તેમણે આપતો નેતાને ફસાવ્‍યા છે. તેમને પરેશાન કર્યા છે. તેઓ ભાજપના ઇશારે ચાલી રહ્યા છે. હાલ જનતામાં ભ્રમ ઉભો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. દેવેન્‍દ્ર ફડણવીસના નામ આગળ ઉપ લગાડવું મને યોગ્‍ય નથી લાગી રહ્યુ. દેશનો જવાબદાર નાગરીક હોવાથી હું ઇડી સમક્ષ ગયો અને નિવેદન નોંધાવેલ લોકોને જે સમજવું હોય તે સમજે. ૧૦ કલાક મારી પુછપરછ થઇ હતી અને હજી બોલાવશે ત્‍યારે ફરીથી જઇશ.

 

(4:42 pm IST)