Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ઐસા ભી હો શકતા હૈ : કોર્ટમાં પુરાવા તરીકે લાવવામાં આવેલો બોમ્બ ફાટ્યો : પટના સિવિલ કોર્ટમાં વિસ્ફોટ થતા પોલીસ અધિકારીના હાથમાં ઈજા

પટના : પટના કોર્ટમાં પુરાવા તરીકે લાવવામાં આવેલ બોમ્બ શુક્રવારે કોર્ટની અંદર વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, એનડીટીવીએ અહેવાલ આપ્યો હતો.

આ ઘટના ત્યારે બની જ્યારે એક સબ-ઇન્સ્પેક્ટર દ્વારા વિસ્ફોટકોને એક બોક્સમાં કોર્ટમાં લાવવામાં આવેલ. જે પછી સહાયક ફરિયાદી અધિકારીના ટેબલ પર મૂકવામાં આવ્યો હતો .

વિસ્ફોટ ઓછી તીવ્રતાનો હોવાનું કહેવાય છે અને કોર્ટમાં બોમ્બ લાવનાર પોલીસ અધિકારીના હાથને ઈજા પહોંચી હતી પરંતુ તે ખતરાની બહાર છે.

જો કે, રૂમમાં રાખવામાં આવેલા અન્ય એક બોક્સથી કોર્ટરૂમની અંદર ગભરાટ ફેલાયો હતો અને બોમ્બ ડિસ્પોઝલ યુનિટે કહ્યું હતું કે તેઓ બોમ્બને ડિફ્યુઝ કરી શકશે નહીં અને માત્ર આતંકવાદ વિરોધી ટુકડી તેને ડિફ્યુઝ કરી શકશે.

પરિણામે, બીજો બોમ્બ બે કલાક સુધી રૂમમાં પડી રહ્યો હતો.

પોલીસ તપાસ કરી રહી છે કે કોર્ટમાં લાવવામાં આવતા પહેલા બોમ્બને યોગ્ય રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો કે કેમ. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)