Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

ઈરાન, કતાર, ચીન અને યુએઈમાં ભૂંકપ, ૫નાં મોત

વિશ્વના ચાર દેશો ભૂકંપથી હચમચી ઊઠ્યા : સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપ ઈરાન, યુએઈ અને કતારમાં સવારે ભૂકંપના આંચકા

તેહરાન, તા.૨ ઃ દુનિયાના ચાર દેશોમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા. મળતી માહિતી પ્રમાણે ઈરાન, કતાર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો છે.

સંયુક્ત રાજ્ય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર ઈરાનના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ નોંધવામાં આવી છે. ઈરાનના સ્થાનિક ટીવી ચેનલ અનુસાર દેશમાં આવેલા ભૂકંપના કારણે ૫ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૪૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપ આવ્યો છે. ઈરાન, યુએઈ અને કતારમાં સવારે ભૂકંપના બે મોટા આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યુ કે ચીનના શિંજિયાંગ પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ચીનમાં રાતે ૩.૩૦ વાગે ધરા ધ્રૂજી.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ નોંધવામાં આવી. આની તીવ્રતા ૧૦ કિલોમીટર સુધી રહી. ઈરાનમાં ૨૫ જૂને પણ ભૂકંપ આવ્યો હતો. જેનાથી એક વ્યક્તિનુ મોત નીપજ્યુ અને ૩૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. ઈરાની મીડિયાએ આ જાણકારી હતી.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યુ કે હોર્મોજ્ગાન પ્રાંતના કિશ દ્વીપથી ૨૨ કિલોમીટર ઉત્તર પૂર્વ સ્થાનિક સમયાનુસાર સવારે આઠ વાગીને સાત મિનિટે ભૂકંપ આવ્યો જેનુ કેન્દ્ર સપાટીથી ૨૨ કિલોમીટર નીચે આવ્યુ હતુ. ઈરનાએ કિશ દ્વીપ હોસ્પિટલના પ્રમુખના હવાલાથી જણાવ્યુ કે પડી જવાથી ચાર લોકોના હાડકામાં ગંભીર ઈજા પહોંચી છે, એક વ્યક્તિને ત્રીજા માળેથી પડવાના કારણે મગજમાં ઈજા પહોંચી.                         

ભૂકંપના કેન્દ્ર નજીક સાયેહ ખોશ ગામમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. આ ગામમાં લગભગ ૩૦૦ લોકો રહે છે. આ ભૂકંપના કારણે અમુક ઈમારતોને નુકસાન પહોંચ્યુ છે. લોકો ડરના કારણે રસ્તા પર આવી ગયા. અહીં દરરોજ લગભગ એક ભૂકંપ તો આવે જ છે.

(8:31 pm IST)