Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોદી સરકારે વેપારીઓને આપી રાહત :હવે 5 કરોડથી વધુના ટર્નઓવરવાળાને CA પાસેથી ઓડિટ કરાવાની જરૂર નહીં પડે

બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આ અંગે સૂચનાઓ જારી કરી

નવી દિલ્હી : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર સુધીના વાર્ષિક વેપારીઓને છોડી અન્ય તમામ એકમો માટે જારી વાર્ષિક રિટર્ન (GSTR-9/9A) દાખલ કરવું ફરજિયાત છે.

બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ આ અંગે સૂચનાઓ જારી કરી છે.

આ સિવાય 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ GSTR-9C ફોર્મમાં સમાધાનની વિગતો રજૂ કરવી જરૂરી હતી. આ વિગતો ઓડિટ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચકાસવામાં આવે છે.

CBICએ એક નોટિફિકેશન દ્વારા GSTના નિયમોમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ વાર્ષિક રિટર્ન સાથે સ્વ-પ્રમાણિત સમાધાન વિગતો રજૂ કરવી પડશે. તેના માટે CA પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.

હકીકતમાં સરકારે વ્યવસાયિક રીતે લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી જીએસટી ઓડિટની જરૂરિયાતને સમાપ્ત કરી છે. હવે કરદાતાએ સ્વ-ચકાસણી કરીને વાર્ષિક રિટર્ન અને સમાધાનની વિગતો રજૂ કરવી પડશે.

તેમણે જણાવ્યું કે તેનાથી હજારો કરદાતાઓને અનુપાલન મોરચે રાહત મળશે પરંતુ વાર્ષિક રિટર્નમાં ઇરાદાપૂર્વક અથવા અજાણતા ખોટી વાતોનું જોખમ વધશે.

(9:14 am IST)