Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

'ભૂજ' ફિલ્મના ભાઈ-ભાઈ ગીતને લઇને વિવાદમાં : અરવિંદ વેગડાએ ઉઠાવ્યો વાંધો : ક્રેડિટ કેમ નહીં ?

ભાઈ-ભાઈ ફેમ અરવિંદ વેગડાએ ટી-સીરીઝ સામે નારાજગી વ્યક્ત કરી

કચ્છના ભૂજની એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ભૂજ રીલીઝ થાય તે પહેલા તે એક ગીતને લઇને વિવાદમાં આવી છે. ભૂજ ફિલ્મની અંદર ભાઈ-ભાઈ ગીત આવે છે તે ગીતને ગુજરાતી ગાયકની મંજૂરી વગર જ લેવામાં આવ્યું છે. તેથી આ ફિલ્મ વિવાદમાં આવી છે. આ સમગ્ર મામલે ભાઈ-ભાઈ ફેમ અરવિંદ વેગડાએ ટી-સીરીઝ સામે નારાજગી વ્યક્ત કરી છે. ફિલ્મ નિર્મતા દ્વારા આ ભાઈ-ભાઈ ગીતમાં અરવિંદ વેગડાને કોઈ ક્રેડીટ આપવામાં આવી નથી, તેથી તેને આ બાબતે વાંધો ઉઠાવ્યો છે. પહેલા જ્યારે રામલીલા ફિલ્મમાં ભાઈ-ભાઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે પણ અરવિંદ વેગડાએ વિરોધ કર્યો હતો. હવે બોલીવૂડની બીજી ફિલ્મ દ્વારા પણ અન્યાય કરવામાં આવતા અરવિંદ વેગડાએ આ વાતનો વિરોધ કર્યો છે.

અરવિંગ વેગડા એ જણાવ્યું હતું કે, સૌનું મનપસંદ ગીત ભાઈ-ભાઈ ભલામોરી રામ આ ગીત વર્ષ 2011માં બનાવ્યું હતું. અ ગીતના 10 વર્ષ પુરા થયા છે. ખૂબ સારું લાગે છે કે, આ ગીતને લોકો પસંદ કરે છે. તેના પર લોકો ડાન્સ કરે છે. વિદેશમાં પણ આ ગીત લોકોને પસંદ આવે છે. હું તો એમ કહું છું કે આ ગીત દરેક ભારતીયને પસંદ આવે અને દરેક ભારતીય તેના પર નાચે. વિશ્વમાં આ ગીત જાય અને લોકો તેને પસંદ કરે છે. આ ગીતને બનાવવા માટે ખૂબ મહેનત લાગી છે. આ ગુજરાતી ગીત છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, પહેલી વાર 4 ઓક્ટોબર 2010માં એક ન્યુઝ ચેનલ પર્ફોમ્સ કર્યું. બધાને સારું લાગ્યું પછી આ ગીતને આખું તૈયાર કરવામાં એક વર્ષ લાગ્યો. આ ગીત લોકોના દિલ સુધી પહોંચ્યું છે. પણ શા માટે બોલીવુડ રીઝનલ ગીતોને લઇ લે છે. ગીતને તેઓ લે છે કે આ ગીત સારું છે એટલે તેને ફિલ્મમાં લેવું જોઈએ, તો તેની પબ્લીસીટી થશેને, ફિલ્મ વધારે વેચાશે અને લોકોને પસંદ આવશે. પણ શા માટે દર વખતે આર્ટીસ્ટને ન્યાય કેમ નથી મળતો. તેને શા માટે ક્રેડીટ આપવામાં આવતું નથી. તેને એક અલગ નામ આપીને બહાર કરવામાં આવે છે. આજે વિશ્વમાં બધાને ખબર છે કે, ભાઈ-ભાઈ એટલે મારો ચહેરો દેખાતો હશે તો શા માટે બોલીવુડને ન દેખાયો ભુજ ફિલ્મને શા માટે ન દેખાયો. આ વસ્તુને પોપ્યુલર કરવા માટે અમે પણ ખૂબ મહેનત કરી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, એક રીઝનલ આર્ટીસ્ટ મહેનત કરે છે ક્રીએશન કરવા માટે એટલે તમારે બધાએ સપોર્ટ કરવો જોઈએ. તમારે તેને ક્રેડીટ આપવી જોઈએ. આ ગીત 10 વર્ષ પછી પણ ખૂબ પોપ્યુલર છે. પણ દુખ એક વાતનું છે કે, આટલી મહેનત કરવામાં આવી હોવા છતાં પણ મને શા માટે ક્રેડીટ આપવામાં આવી નથી અને મારી સાથે જે છે તેમને શા માટે ક્રેડીટ આપવામાં આવી નથી. અમે ગુજરાતી લોકો છીએ અમે હંમેશા બિઝનેશનું વિચારીએ છીએ પણ આજે અમે આ નથી વિચારતા અમે એ વિચારીએ છિએ કે અમને સન્માન મળે ન્યાય મળે. જો તમે માનો છો કે તમે ભૂલ કરી છે તો તમે ગુજરાતી આર્ટીસ્ટને સમજો અને તેને ન્યાય આપો.

(12:00 am IST)