Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કેન્દ્ર સરકારે IT એક્ટની કલમ 66A રદ કરી છે તેમ છતાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે : પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી : નામદાર કોર્ટે તમામ રાજ્યોની હાઇકોર્ટ તથા રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે IT એક્ટની કલમ 66A રદ કરી છે તેમ છતાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે તેવી પિટિશન પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે  તમામ રાજ્યોની હાઇકોર્ટ તથા રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને  ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ સુપ્રીમ કોર્ટે શ્રેયા સિંઘલ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં આપેલા ચુકાદામાં 24 માર્ચ, 2015 ના રોજ  IT એક્ટની કલમ 66A ગેરબંધારણીય જાહેર કરી હતી. જેથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ અંગે જાણ કરી દીધી  હતી. તેમ છતાં દેશના પોલીસ સ્ટેશનો તથા ટ્રાયલ કોર્ટમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે . જેના અનુસંધાને એક વેબસાઇટને ટાંકીને જણાવાયું હતું કે 10 માર્ચ 2021 ના રોજ દેશની ડીસ્ટ્રીકટ કોર્ટોમાં આવી 745 અરજીઓ પડતર છે.

પિટિશનમાં અપાયેલી માહિતીના આધારે ચોકી ગયેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે  તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ હાઇકોર્ટનો ખુલાસો માંગતી નોટિસ પાઠવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:35 pm IST)