Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વૈશ્વિક સંકેતને પગલે સોના ચાંદીના ભાવમાં ઘટાડો : હવે ટોચના મથાળેથી સોનુ 8274 રૂપિયા સસ્તુ

વાયદામાં ગોલ્ડ 0.16 ટકા ઘટીને 47926 રૂપિયા અને ચાંદી 0.3 ટકાના ઘટાડા સાથે 67865 રૂપિયા ભાવ

મુંબઈ :નબળા ગ્લોબલ સંક્તો વચ્ચે ભારતમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર આજે ગોલ્ડ 0.16 ટકા ઘટીને 47926 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે અને ચાંદીમાં 0.3 ટકાના ઘટાડા સાથે 67865 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેપાર કરી રહ્યો છે. ગત સિઝનમાં સોનુ લગભગ 400 રૂપિયા એટલે 0.75 ટકા ઘટી ગયો હતો અને ચાંદીની કિંમતમાં પણ 0.5 ટકાનો ઘટાડો થયો હતો.

ગ્લોબલ માર્કેટમાં ગોલ્ડની કિંમતમાં ઘટાડો થયો છે. સોનુ ગત બે અઠવાડિયામાં રેકોર્ડ લેવલ પર પહોચ્યા બાદ 0.2 ટકા સુધી ઘટી ગયુ છે. આ ઘટાડા બાદ ગોલ્ડનો ભાવ 1809.21 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયુ છે.અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.4 ટકા ઘટીને 25.37 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયુ છે જ્યારે પ્લેટિનમ 0.6 ટકા વધીને 1,054.72 ડૉલર થઇ ગયુ છે.

ગત વર્ષે ઓગસ્ટની તુલનામાં જોવો તો MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 56,200 રૂપિયાના ઉચ્ચસ્તર પર પહોચી ગયો હતો. બીજી તરફ એમસીએક્સ (MCX) અનુસાર, આજે સોનું 47926 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યુ છે. એટલે હવે પણ ગોલ્ડ 8274 રૂપિયા સસ્તુ મળી રહ્યુ છે.

(1:36 pm IST)