Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પાક.નો નાપાક ઇરાદો : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ઘુસાડવા ૮ નવા રૂટ બનાવ્યા

ભારતમાં સ્વતંત્રતા દિવસ પહેલા ISIનું સુરક્ષા બળો ઉપર હુમલાનું ષડયંત્ર : જૈશ, લશ્કર અને અલ બદર જેવા આર્મી સંગઠનો સાથે મીટીંગ કરી : પાકિસ્તાન દ્વારા LOC પાસે ર૭ નવા ટેરર લોન્ચ પેડ તૈયાર કરાયા : ભારતીય સુરક્ષા એજન્સીઓ સાબદી

નવી દિલ્હી, તા. ર :  પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ. દ્વારા આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં હુમલાઓનું ષડયંત્ર રચી રહી છે. તાજા માહિતી મુજબ હુમલાઓને અંજામ આપવાના ઇરાદાથી આતંકીઓને ભારતમાં મોકલવા ૮ નવા રૂટસ (રસ્તોઓ) નકકી કરાયા છે.

જયારે પાકિસ્તાન અધીકૃત કાશ્મીરમાં તેનો કેન્ટ્રોલ રૂમ બનાવાયો છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આ હુમલો સ્વતંત્રતા દિવસની પહેલા કરવાની વેંતમાં છે. જેમાં સુરક્ષા બળોના જવાનો તેમના નિશાન ઉપર હોય શકે છે. માહિતી મળતા ભારતીય સુરક્ષા એજન્સીઓ વધુ સર્તક બની છે. જમ્મુ-કાશ્મીરની સીમાઓ ઉપરાંત અંદરના ભાગે પણ નજર રાખી રહી છે.

મળતી માહિતી મુજબ હુમલાના પ્લાનીંગ માટે આઇ.એસ.આઇ. એ પ્રતિબંધીત આતંકી સંગઠનો લશ્કર-એ તોયબા જૈશ અને અલ બદર સાથે તાલમેલ બનાવ્યો છે. આ માટે પીઓકે અને ચલાબબ્દી મુઝફરાબાદમાં મીટીંગ પણ થયેલ. તેને લશ્કરનો નવો કન્ટ્રોલ સેન્ટર જણાવાય રહ્યું છે.

ભારતમાં ઘુસવાના જે ૮ માર્ગોની ઓળખ થઇ છે તેમાં નાલી (પીઓકે) થી મહાદેવ ગૈપ, મજોતા, ડુંડેસર વન, કાલાકોટ અને ત્યાથી જમ્મુ-કાશ્મીર, અન્યમાં કોટકોટેરા (પીઓકે) થી કલાકોટ દ્વારા ભારતમાં ઘુષણખોરી કરાશે.

ત્રીજા રૂટમાં પીઓકેના નિકેલથી કોંગા ગલી, દાદોટથી મનજોત દ્વારા જમ્મુ-કાશ્મીર, ચોથા રૂટમાં કાશ્મીરના રસ્તે બતાલ ગામ (પીઓકે) થી કાસનાલા, પાંચમા રૂટમાં ગોઇ (પીઓકે) થી સોન ગલી, નંદેરી, ગુરસૈન, સુરનકોટથી ખીણ પ્રદશેમાં પ્રવેશ છઠ્ઠો રૂટ પીઓકે ના તારકુંડીથી થઇ બુડાહબથી ભારતીય સીમામાં ઘુસવા બનાવાયો છે. જયારે સાતમો રૂટ ડાબસી (પીઓકે) ઝીકા ગલથી હરની વન, સૂરનકોટ અને ત્યાંથી જમ્મુ-કાશ્મીર જયારે અંતિમ રૂટ કુઇરેટા (પીઓકે) મોહરા ગેપતી સીધા જમ્મુ-કાશ્મીરમાં  પ્રવેશ કરાવાશે.

ઉપરાંત અન્ય એક માહિતી મુજબ પાકિસ્તાનને લાઇન ઓફ કન્ટ્રોલ પાસે ર૭ નવા ટેરર લોન્ચ પેડ તૈયાર કર્યા છે. જયાંથી ૧પ ઓગસ્ટ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ધુસાડી શકાય અગાઉ પીઓકે ના વિભિન્ન લોન્ચ પેડ ઉપર ૧૪૬ આતંકી હોવાનું બહાર આવેલ.

(4:09 pm IST)