Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સવા વર્ષ પછી ગઇકાલનો દિવસ ભારતીય એરપોર્ટ માટે સૌથી વ્યસ્ત દિવસ : ર,૬૯,૭૧૩ મુસાફરોએ કર્યો પ્રવાસ

નવી દિલ્હી, તા. ર : મે-ર૦ર૦માં એવીએશન ફરીથી ફલાઇટો ચાલુ કરાઇ પછી અત્યાર સુધીમાં ગઇકાલનો દિવસ મોટાભાગના ભારતીય હવાઇ મથકો માટે સૌથી વ્યસ્ત દિવસ રહ્યો હતો.  ગઇકાલે ર,૬૯,૭૧૩ પેસેન્જરોએ હવાઇ મુસાફરી કરી હતી.

ગઇકાલના દિવસે દેશભરમાં ર૦૬પ ડોમેસ્ટીક ફલાઇટનું ડીપાર્ચર થયું જયારે ર૦રર ફલાઇટોનું એરાઇવલ થયું, કુલ ૪૦૮૭ એરક્રાફટની અવરજવર થઇ અને એરપોર્ટ પર આવનાર લોકોની સંખ્યા પ,૩૩,૦૩૭ હતી.

તો ગઇકાલે ૧રપ આંતરરાષ્ટ્રીય ફલાઇટોનું ડીપાર્ચર અને ૧૪૮નું એરાઇવલ થયું. જેના માટે ૧૭૩ હવાઇ જહાજોની અવર-જવર થઇ જેમાં ૧૩,૯પ૭ પેસેન્જરોનું ડીપાર્ચર અને ૧૮૩ર૭ પેસેન્જરોનું એરાઇવલ થયુ઼. જયારે આંતરરાષ્ટ્રીય હવાઇ મથકો પર ૩ર,ર૮૪ લોકોના પગલા પડયા હતા. (ન્યુઝ ફર્સ્ટ)

(4:10 pm IST)